સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની પેટા ચૂંટણીની મતગણતરી આજે કરવામાં આવી હતી. જયેશ જરીવાલાનું નિધન થતા બેઠક ખાલી પડી હતી. 6 ઓગસ્ટના દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે મતગણતરી થતા શરૂઆતના બે-બે રાઉન્ડમાં કોંગ્રેસ આગળ આવ્યા બાદ સતત ભાજપ 35 મતની સરસાઇથી આગળ વધતું રહ્યું હતું. આખરે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ રાણા 6493 મતથી વિજય બનતા આ બેઠક પર ફરી ભગવો લહેરાયો છે.
ભાજપમાં ઉત્સાહનો માહોલ
ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજેશ રાણાને મેદાનમાં ઉતાર્યા હતા. પ્રથમ બે રાઉન્ડ બાદ રાજેશ રાણા પાટડી સોસાયટી સતત આગળ રહ્યા હતા. કુલ 27000 જેટલા મતદારોએ મત આપ્યો હતો. ભાજપ નો વિજય થતા વોર્ડ નંબર 20 ના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. એક બાદ એક રાઉન્ડ બહાર આવતા ભાજપની વિજય પાંચમાં રાઉન્ડ પછી નિશ્ચિત થઈ ગઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાએ શરૂઆતમાં સારી સરસાઈ મેળવ્યા બાદ પાછળ રહી ગયા હતા. આમ આદમી પાર્ટી તમામ તાકાત લગાવ્યા બાદ પણ સફળતા મળી ન હતી. આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી.
ભાજપના બુથ મેનેજમેન્ટનો વિજય થયો
ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં સતત બેઠકો કરીને પોતાના કાર્યકર્તાઓને ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રાખ્યા હતા એટલું જ નહીં પરંતુ મોટાભાગના કોર્પોરેટરોને છેલ્લા ત્રણ દિવસ મેદાનમાં ઉતારી દેવામાં આવ્યું હતું અને દરેકે દરેક બુથ ઉપર નજર રાખવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી હતી. ચૂંટણીને લઈને આંતરિક સ્થળ પણ ખૂબ જોવા મળી હતી આક્ષેપ પ્રત્યા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક મુદ્દાઓ આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ આખરે મતદારોએ ભાજપમાં વિશ્વાસ દાખવ્યો હતો. અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ મહત્વની રહી હતી. અપક્ષ ઉમેદવારોએ મોટાભાગે કોંગ્રેસના મત કાપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે જેને કારણે ભાજપ નો વિજય સરળ બની ગયો હતો.
બાકી રહેલા કામોને આગળ વધારીશું
ભાજપના ઉમેદવાર રાજેશ રાણાએ જણાવ્યું કે વોર્ડ નંબર 20 ની પ્રજાએ અમારામાં જે વિશ્વાસ રાખ્યો છે તેને અમે સાચવી રાખીશું. અમારો વિજય પહેલાથી નિશ્ચિત હતો અને કોઈ પ્રકારની રજા કરશે હતી નહીં પ્રજાએ ફરી એક વખત કોંગ્રેસને જાકારો આપ્યો છે અમારું લક્ષ્ય હતું કે એક પણ કોંગ્રેસનો કોર્પોરેટર કોર્પોરેશનમાં રહેવું જોઈએ નહીં અને તે અમે સફળ કરી બતાવ્યું છે
