મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ ડેમ:મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાતા 32 ગામોને એલર્ટ, મચ્છુ-3 ડેમ 90% ભરાતા 19 ગામો એલર્ટ કરાયા, રંગપર નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ્પ
લાંબા વિરામાં બાદ મેધરાજા હેત વરસાવી રહ્યા છે. તેમજ ઉપરવાસમાં પણ સારા વરસાદને લીધે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં પાણીની આવક ચાલુ છે.
લાંબા વિરામાં બાદ મેધરાજા હેત વરસાવી રહ્યા છે. તેમજ ઉપરવાસમાં પણ સારા વરસાદને લીધે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં પાણીની આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ મચ્છુ-2 ડેમમાં હાલમાં 2274 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે ડેમ 70 % ભરાઈ જતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેથી ડેમીની નીચાણવાળા ગામોને નદીના પટમાં ના જવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
જેમાં મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોરખીજડીયા, માંનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર અને માળીયા તાલુકાના વિરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, બહાદૂરગઢ, રાસનગપુર,ફતેપુર અને માળીયા-મીંયાણા 32 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીનો મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ચૂક્યો છે. જેથી મોરબી અને માળિયા તાલુકાના 19 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે. મોરબીનો મચ્છુ-3 ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે પાણીનો ભરપુર આવક થઇ રહી છે. જેને પગલે ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે 665 ક્યુસેક પાણીની આવક ચાલું હોય હાલમાં મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. જેથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવું પડે તેમ હોવાથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવિદરકા, ફતેપર, માળીયા અને હરિપરના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.
મોરબી-જેતપર પીપળી રોડ ઉપર ભારે વરસાદને કારણે રંગપર નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનવ્યવહારને માઠી અસર પડી છે. હાલના મુખ્ય રોડ ઉપર વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતા અસંખ્ય વાહન ચાલકો અને ઉદ્યોગકારો હેરાન પરેશાન થયા છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले