देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

એક જ દિવસમાં 5 ઈંચથી વધુ વરસાદ:શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ, 56 દિવસ પછી એક ઈંચથી વધુ વરસાદ પડ્યો, 84 સ્થળે પાણી ભરાયાં

25 સ્થળે ઝાડ પડ્યા, છેલ્લે 22 જુલાઈએ એક જ દિવસમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો શનિવારે મોડી રાતથી શરૂ થયો અને આખો દિવસ રહ્યો, 16 વિસ્તારમાં બપોરે 1થી 2માં 2 ઈંચ સુધી વરસાદ શહેરમાં ઓગસ્ટ અને અડધો સપ્ટેમ્બર કોરો ગયા પછી શનિવારે મોડી રાતથી શરૂ થયેલા ઝરમર વરસાદે રવિવારે જોર પકડ્યું હતું.

Abhishek Raghuvanshi18 सितंबर 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • 25 સ્થળે ઝાડ પડ્યા, છેલ્લે 22 જુલાઈએ એક જ દિવસમાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો
  • શનિવારે મોડી રાતથી શરૂ થયો અને આખો દિવસ રહ્યો, 16 વિસ્તારમાં બપોરે 1થી 2માં 2 ઈંચ સુધી વરસાદ

શહેરમાં ઓગસ્ટ અને અડધો સપ્ટેમ્બર કોરો ગયા પછી શનિવારે મોડી રાતથી શરૂ થયેલા ઝરમર વરસાદે રવિવારે જોર પકડ્યું હતું. આખો દિવસ વરસાદી ઝાપટાં ચાલુ રહેવા સાથે શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ જ્યારે વિરાટનગર, રાણીપ, મેમ્કો, નરોડામાં 5થી 5.50 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હતો. છેલ્લે 22 જુલાઈએ એટલે કે 56 દિવસ પહેલાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. 22 જુલાઈએ દોઢથી બે કલાકના ટૂંકા ગાળામાં જ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. એ પછી બે ઈંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો નથી.

વહેલી સવાર અને બપોરે પડેલા ધોધમાર વરસાદને કારણે જુદા જુદા વિસ્તારના 84 સ્થળે પાણી ભરાવાની ફરિયાદ મ્યુનિ.ને મળી હતી. જ્યારે 25 સ્થળે ઝાડ પડી ગયા હતા. બપોરે અખબારનગર અંડરપાસ અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરના 16 વિસ્તારમાં બપોરે 1થી2માં 2 ઈંચ સુધી વરસાદ જોવા મળ્યો હતો. વાસણા બેરેજનું લેવલ 128 ફૂટથી વધુ નોંધાયું હતું. પાણીના નિકાલ માટે બેરેજના 6 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. સોમવારેય વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

तस्वीरों में खबर5 फोटो

ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ, મોટા ભાગના વિસ્તારમાં 2 ઈંચથી વધારે નોંધાયો

રવિવારે લાંબા સમય પછી શહેરમાં સારો વરસાદ પડ્યો હતો. વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યા પછી જોર થોડું ઘટ્યું હતું. બપોરે 12 વાગ્યાની આસપાસ ફરી પાછો ભારે વરસાદ શરૂ થયો હતો. સાંજે એક-બે કલાકના વિરામ પછી રાત્રે 8થી વરસાદી માહોલ જામ્યો હતો અને મોડી રાત સુધી ધીમો વરસાદ ચાલુ હતો.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો 1.75 ઈંચ​​​​​​​

ઝોનવરસાદ
પૂર્વ4.25
ઉત્તર4.25
પશ્ચિમ4
મધ્ય4
ઉ. પશ્ચિમ3.25
દ. પશ્ચિમ1.75
દક્ષિણ3
કુલ સરેરાશ4

​​​​​​​વિસ્તાર મુજબ નોંધાયેલો વરસાદ

વિસ્તારવરસાદ
ઓઢવ6
વિરાટનગર5.5
રાણીપ5.25
મેમ્કો5
નરોડા5
ચાંદલોડિયા4.5
નિકોલ4.5
કઠવાડા4 .00
દૂધેશ્વર4.5
ઉસ્માનપુરા4
ચાંદખેડા4
રામોલ3 .25
દાણાપીઠ3.5
ચકુડિયા3
સાયન્સ સિટી3.5
મણિનગર3.5
પાલડી3
કોતરપુર2.75
ગોતા2.5
બોડકદેવ2.25
વટવા2.25

​​​​​​​

આજે પણ 1થી 2 ઈંચ વરસાદની આગાહી, વરસાદી માહોલથી એક જ દિવસમાં ગરમી 7 ડિગ્રી ઘટી ગઈ

ચોમાસામાં શહેરમાં 30 ઈંચ વરસાદની જરૂર હોય છે, કુલ 30 ઈંચ પડી જતાં હવે ઘટ રહી નહીં

વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રવિવારે શહેરમાં સરેરાશ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ હજુ સક્રિય રહેવાની શક્યતા હોવાથી સોમવારે પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર સોમવારે પણ 1થી 2 ઈંચ વરસાદ પડવાની શક્યતા છે. વરસાદી માહોલથી શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી ગગડીને 26.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ગગડીને 24 ડિગ્રી નોંધાયું હતું. 19 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર ક્રમશ: ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં લગભગ 30 ઈંચ વરસાદની જરૂર હોય છેે જે પૂરી થઈ છે.

રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમ વરસાદ ખેંચી લાવી

રાજસ્થાનની આસપાસ સક્રિય હાઈપ્રેશરની એક સિસ્ટમને કારણે વેલમાર્ક લો-પ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં પાસે સ્થિર રહેવાની શક્યતા છે. જેથી અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે. > અંકિત પટેલ, હવામાન વિશેષજ્ઞ

બે સિસ્ટમ ડેવલપ થતાં શહેરમાં સારો વરસાદ

અમદાવાદમાં દોઢ મહિના બાદ સતત 24 કલાક વરસાદ પડ્યો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે સિસ્ટમ ડેવલપ થઇ હતી, જેનો સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાતને થયો હતો. હજુ 24 કલાક અમદાવાદમાં વરસાદનું જોર યથાવત રહેશે. > ડો. મનોરમા મોહંતી, ડાયરેક્ટર, હવામાન વિભાગ

વિઝિબિલિટી ઘટી જતાં 40 ફ્લાઈટ 8 કલાક સુધી મોડી

અમદાવામાં રવિવારે દિવસ દરમિયાન વરસાદને કારણે બપોરે 1 વાગ્યાની આસપાસ વિઝિબિલિટી ઘટી જતાં 3 ફલાઈટે આકાશમાં 40 મિનિટ સુધી ચક્કર મારવાં પડ્યાં હતાં. જ્યારે ઇન્ડિગોની જમ્મુથી અમદાવાદ આવતી ફલાઇટને એટીસીએ લેન્ડિંગની મંજૂરી ન આપતાં સુરત ડાઈવર્ટ કરવી પડી હતી. અમદાવાદ એરપોર્ટ પર 40 ફલાઇટ એકથી ચાર કલાક મોડી પડતા હજારો પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા. સ્પાઈસ જેટની બેંગલુરુની ફ્લાઈટ 8 કલાકના વિલંબ બાદ બપોરે 3 વાગે રવાના થતા 150થી વધુ પેસેન્જરોએ કલાકો સુધી ટર્મિનલમાં બેસી રહેવું પડ્યું હતું. ઈન્ડિગોની સૌથી વધુ 20 ફ્લાઈટ મોડી પડી હતી. ઈન્ડિગોની ગોવા, શ્રીનગર અને સ્ટાર એરની ભુજ ફ્લાઈટે આકાશમાં ચક્કર મારવાં પડ્યાં હતાં.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑