देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

મેચ જોવા જાવ ત્યારે પાર્કિંગની ચિંતા ન કરતા:સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ, અડધાથી અઢી કિલોમીટર સુધી 15,000 ટુ-વ્હીલર, 7 હજારથી વધુ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે

ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ એવા વર્લ્ડ કપ 2023ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે.

Abhishek Raghuvanshi3 अक्टूबर 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ક્રિકેટના સૌથી મોટા ઉત્સવ એવા વર્લ્ડ કપ 2023ની શરૂઆત આગામી 4 ઓક્ટોબરથી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન સહિત કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. વર્લ્ડ કપની મેચો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવાના છે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે. જો તમે પણ પોતાનું વાહન લઇને મેચ જોવા જવાના હોવ તો તમારું વાહન ક્યાં પાર્ક કરવું, વાહનના પાર્કિંગ પ્લોટમાં કેવી રીતે પહોંચવું આ સહિતના તમારા અનેક સવાલોના જવાબ તમને દિવ્ય ભાસ્કર એપ પર જોવા મળશે.

तस्वीरों में खबर2 फोटो

દર્શકોનાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઇ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અને તેમાં પણ ક્રિકેટના મહાકુંભ એવા વર્લ્ડ કપની વાત હોય અને પાછું જે દેશ ક્રિકેટને ધર્મ માનતો હોય તે દેશમાં મેચ હોય ત્યારે સ્ટેડિયમની એક પણ સીટ કેવી રીતે ખાલી મળે. મેચના દિવસે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાઉસફુલ હશે. તથા મોટી સંખ્યામાં લોકો પોતાના વાહન સાથે પણ મેચ જોવા પહોંચશે. ત્યારે આ દર્શકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ
મોટેરામાં ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. મોટેરા જનપથ ટીથી લઇ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેડિયમથી સૌથી નજીકનો પાર્કિંગ પ્લોટ સ્ટેડિયમની સામે ગેટ નંબર-1 પાસે સંગાથ IPL ગ્રાઉન્ડ અને ભરવાડ પ્લોટ છે.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ પાર્કિંગનું સ્થાન

ક્રમપાર્કિંગ નામપાર્કિંગનું સરનામુંમાલિકઅંતરક્ષમતાનકશા પર સ્થાન
1પાર્કિંગ-1 (ટુ-વ્હીલર)મોટેરા મેઈન ગેટની સામેખાનગી300 મીટર7000–23.0949172.59381
2પાર્કિંગ-2 (ટુ-વ્હીલર)સંગાથ IPL પ્લોટ ગેટ નંબર-1ની નજીકખાનગી400 મીટર1500–23.095546172.5944994
3પાર્કિંગ-3 (ટુ-વ્હીલર)AMCની બાજુમાં, ભરવાડ પ્લોટખાનગી400 મીટર2000–23.095067172.5937386
4પાર્કિંગ-4 (ફોર-વ્હીલર)અગ્રવાલ પ્લોટખાનગી800 મીટર–50023.094244272.5925429
5પાર્કિંગ-5 (ફોર-વ્હીલર)લક્ષ્મી નર્સરી, ગણેશ હાઉસિંગ પ્લોટખાનગી800 મીટર–40023.0941272.58988
6પાર્કિંગ-6 (ફોર વ્હીલર)સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડખાનગી950 મીટર2500–23.094244272.5925429
7પાર્કિંગ-7 (ફોર વ્હીલર)PWD પ્લોટ, સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડની સામેખાનગી950 મીટર–200023.094692672.5894154
8પાર્કિંગ-8 (ટુ-વ્હીલર/ફોર વ્હીલર)રેલવે કોલોની પ્લે ગ્રાઉન્ડ, મોટેરારેલવે2.0 કિમી2000200023.095776472.5834636
9પાર્કિંગ-12 (ફોર વ્હીલર)વિશ્વકર્મા સર્કલથી મોટેરા રોડ- પ્લોટ નં-2AMC1.5 કિમી–5023.105234672.5979304
10પાર્કિંગ-12 (ફોર વ્હીલર)AMC- વિહાન હાઇટ્સ નજીકAMC1 કિમી–100––
11પાર્કિંગ-14 (ફોર વ્હીલર)ખોડિયાર ટી ક્રોસ રોડની સામેખાનગી2.5 કિમી–200––
12પાર્કિંગ-17 (ફોર વ્હીલર)ખોડિયાર ટી ક્રોસ રોડની બાજુમાંખાનગી2.5 કિમી–500––
13પાર્કિંગ-16 (ફોર વ્હીલર)નરનારાયણ પાર્ટી પ્લોટખાનગી2.5 કિમી–40023.1097472.60397
14પાર્કિંગ-19 (ફોર વ્હીલર)સ્ટેડિયમની અંદર- નદી બાજુનો ભાગસ્ટેડિયમ0 કિમી–60023.0897272.59919
15પાર્કિંગ-20 (ફોર વ્હીલર)સ્ટેડિયમની અંદર- VIP પાર્કિંગસ્ટેડિયમ0 કિમી–50023.0897172.59866
કુલ––––150007250––

15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે
વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 15 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટુ-વ્હીલર માટે, એક પ્લોટ ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 792 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 796 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 796 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 797 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 797 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 798 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 798 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 811 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 811 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 814 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 815 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 815 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 817 दिन पहले
↑