વલસાડ જિલ્લામાંથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર ખાડાની ભરમાર છે. પારડી ચાર રસ્તા ઓવરબ્રિજની નીચે રોડ શોધવો પડે છે ક્યાં છે,માત્ર 30 મીટરના રોડમાં 150થી વધુ નાના મોટા ખાડા છે.
નેશનલ હાઇવે નં. 48 પર ખાડાની ભરમાર
હાલ રાજ્યભરમાં તાલુકા-જિલ્લા પંચાયત હસ્તકના 1240 માર્ગ બિસમાર છે. દાંડી હેરિટેજ હાઇવે, બારડોલી, વાંકાનેર તથા વાપી-શામળાજી સહિતના હાઇવે પણ બિસમાર હાલતમાં છે.
