પ્રેમ સંબંધોનો કરૂણ અંત:ગાંધીનગરના યુવાને પ્રેમિકાના મોટા પપ્પાનાં કડવા વહેંણ સાંભળી કેનાલમાં મોતની છલાંગ લગાવી, સુસાઈડ નોટ મળી આવતાં દુષ્પ્રેરણનો ગુનો દાખલ
ગાંધીનગરના યુવાને પ્રેમિકાના મોટા પપ્પાનાં કડવા વહેંણ સાંભળી કેનાલમાં મોતની છલાંગ લગાવી પ્રેમ સંબંધોનો અંત લાવી દીધો છે.
ગાંધીનગરના યુવાને પ્રેમિકાના મોટા પપ્પાનાં કડવા વહેંણ સાંભળી કેનાલમાં મોતની છલાંગ લગાવી પ્રેમ સંબંધોનો અંત લાવી દીધો છે. આ મામલે યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટનાં આધારે ડભોડા પોલીસે પ્રેમિકાના પિતા વિરુદ્ધમાં દુષ્પ્રેરણ – જાતિ વિષયક પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદના કઠવાડા આમ્રપણ આવાસ યોજના મકાન નંબર સી/703 માં રહેતાં મૂળ ગાંધીનગરના મેદરા ગામના વતની પંકજ મૂકેશભાઈ જાદવના ત્રણ ભાઈ બહેનો પૈકીનો 24 વર્ષીય ભાઈ ધવલને ગામના રાકેશ સી. પટેલની દીકરી ક્રિશ્ના (કીશુ) સાથે પ્રેમ સંબંધો હતા. જેનાં કારણે ધવલ મેદરા ગામમાં આવી ગયો હતો. જેથી ગત તા. 21 મી મેના રોજ પંકજ, કુટુંબી કાકા અનિલભાઈ, બનેવી કિશનભાઈ સહિતના મેદરા ગામમાં ધવલને સમજાવવા માટે ભેગા થયા હતા.
આ દરમિયાન ધવલે જણાવેલ કે પોતે કઠવાડા ખાતે જવા માગે છે. આથી તેને એકલો નહીં મોકલતા બનેવી કિશનભાઇ પોતાનું એકટીવા લઇ તેની સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. જેની પાંચેક મિનિટમાં કિશનભાઈએ સાળા પંકજને ફોન કરીને કહ્યું હતું કે, ધવલે ચાલુ એકટીવાએ નીચે ઉતરી કેનાલમાં પડતું મુક્યું છે. જેથી પરિવારજનો કેનાલ પર દોડી ગયા હતા અને બહિયલના તરવૈયાની ટીમને તાત્કાલિક બોલાવી કેનાલમાં શોધખોળ શરૂ કરાવી હતી.
દોઢેક કલાક પછી ધવલની લાશ બહાર કાઢી હતી. એ વખતે વલાદ આઉટ પોસ્ટનાં એ.એસ.આઈ જયેન્દ્રભાઇએ ધવલ ની અંગ ઝડતી લેતા સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં ધવલે ઉપરના ભાગે ઇંગ્લીશમાં કિશુ – ધવલ ગુજરાતીમાં મેરેજ લખેલ હતુ. અને નીચેના ભાગે માતાજીની માનતાનું આગળ પાછળ 28 બાધાઓ અને કિશુને સંબોધીને વિગતો લખેલી હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले