પાલના ગૌરવપથ પર ડમ્પર અડફેટે કિશોરનું મોત:પાલમાં ડમ્પર નીચે કિશોર કચડાયો છતાં તૂટેલી ચેમ્બરની મરામત નહીં
ચેમ્બર પરથી પસાર થતાં મોપેડ પરથી પડી ગયો ને ડમ્પર ફરી વળ્યું બેદરકાર અધિકારીઓ સામે માજી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ પાલના ગૌરવપથ પર ડમ્પર અડફેટે કિશોરના મોત બાદ પણ પાલિકાનું રાંદેર ઝોન પાલ મેઇન રોડ પર જોખમી બનેલા પાણીના વાલ ચેમ્બર અને ડ્રેનેજ ચેમ્બરને રિપેર કરવામાં આળસ કરી રહ્યું છે.
- ચેમ્બર પરથી પસાર થતાં મોપેડ પરથી પડી ગયો ને ડમ્પર ફરી વળ્યું
- બેદરકાર અધિકારીઓ સામે માજી કોર્પોરેટરની કમિશનરને ફરિયાદ
પાલના ગૌરવપથ પર ડમ્પર અડફેટે કિશોરના મોત બાદ પણ પાલિકાનું રાંદેર ઝોન પાલ મેઇન રોડ પર જોખમી બનેલા પાણીના વાલ ચેમ્બર અને ડ્રેનેજ ચેમ્બરને રિપેર કરવામાં આળસ કરી રહ્યું છે. તૂટેલા ચેમ્બરના ઢાંકણા તેમજ રોડથી અસમાંતર ચેમ્બરના લીધે અવાર-નવાર આ પ્રકારના અક્સ્માતોની ઘટના બની રહી હોવાની સ્થાનિકોએ આ અંગે ફરિયાદ કરી હતી. જોકે રાંદેર ઝોનના અધિકારીઓ તસ્દી લેતાં ન હોવાની માજી કોર્પોરેટરે પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી.
મળતી વિગતો અનુસાર, શહેરના પાલ વોર્ડના માજી કોર્પોરેટર ઉષાબેન પટેલે પાલિકા કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, પાલ ગૌરવ પથ પર પાણીની વાલ્વ ચેમ્બરો અને ડ્રેનેજની ચેમ્બર તૂટેલી હાલતમાં તેમજ રોડથી અસમાંતર છે. જેના કારણે વાહન ચાલકો અચાનક સામે આવતાં તૂટેલા ઢાંકણાવાળી ચેમ્બરને લીધે ગબડી રહ્યાના બનાવ બની રહ્યા છે.
તેમણે તાકીદે તૂટેલા ઢાંકણા વાળા ચેમ્બર રિપેર કરવા સાથે જ પૅરેલલ રોડથી ચેમ્બર ખાડામાં કે ઊંચા ન થાય તેની ખાસ તાકીદ લેવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, પાલ ગૌરવ પથ પર તૂટેલી ચેમ્બરને કારણે મોપેડ પરથી પડી જતાં કિશોર ડમ્પર નીચે કચડાી ગયો હતો. છતાં તંત્ર ચેમ્બરોની મરામતમાં માટે આળસ કરી રહ્યું છે. આ લાપરવાહી હજુ કોઇ નિર્દોષનો ભોગ ન લે તેની ખાસ તાકીદ લેવા પણ અરજ કરાઇ હતી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले