પરિણામથી ખુશીનો માહોલ:ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને પણ વધુ ટકા મેળવ્યા, અપવાદરૂપ કિસ્સામાં જ મળે છે સફળતા
આજે ધોરણ-10નું પરિણામ આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આજે પરિણામ મળતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આજે ધોરણ-10નું પરિણામ આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આજે પરિણામ મળતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સુરતની અંદર પણ વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.
ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં પ્રવેશ
સુરતના આશાદીપ ઓફ ગ્રુપ શાળામાં ભણતો ગોંડલીયા દીપે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. પોતાના ઘરની સ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે શરૂઆતમાં ધોરણ-1 થી 8 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેનું પરિણામ ખૂબ જ સારું આવ્યું હતું. ત્યારબાદ માતા-પિતા અને દીપે વિચાર્યું કે, હવે તેમણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવો જોઈએ અને ધોરણ-10ની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપવી જોઈએ. દીપે ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને પણ ઝળહળતી સફળતા મેળવી છે. દીપે 83% મેળવીને અંગ્રેજી માધ્યમમાંથી સફળતા મેળવી છે.

સગવડ ન હોવાને કારણે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા હતા
ઇંગ્લીશ મીડિયમ વિભાગના આચાર્ય અજયભાઈએ જણાવ્યું કે, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે, જેઓ ધોરણ-9 અને ધોરણ-10માં અંગ્રેજી માધ્યમમાં આવી જતા હોય છે. મહદ અંશે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેમની પરિસ્થિતિ સારી ના હોય અથવા તો કેટલીક અગવડ હોવાને કારણે તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હોવા છતાં પણ ગુજરાતી માધ્યમમાં પ્રવેશ કરાવે છે. અમારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે કે, જેઓ ગુજરાતી માધ્યમમાં ધોરણ-1 થી 8 સુધી અભ્યાસ કર્યો હોય અને ત્યારબાદ ધોરણ-9 અને 10માં અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને સફળતા મેળવતા હોય છે. ઘણી વખત માતા-પિતાને એવું હોય છે કે, અંગ્રેજી માધ્યમમાં પોતાના બાળકનું ભવિષ્ય વધારે સારું થતું હશે પરંતુ, ગુજરાતી માધ્યમમાંથી સીધું અંગ્રેજી માધ્યમમાં આવીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી ખૂબ જ અઘરી હોય છે તો પણ કેટલાક વિદ્યાર્થીઓએ અથાગ પરિશ્રમ કરીને સફળતા મેળવી લેતા હોય છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले