- ઉતારતી વખતે સુરક્ષાત્મક પગલાં ન લેવાયાં, એજન્સીને નોટિસ
નહેરુ બ્રિજ પર એક લાઇટ પોલ સડીને પડી જવાની સ્થિતિમાં આવી ગયો હતો. આ અંગે ટ્રાફિક વિભાગની કામગીરી કરીલરહેલા એક શ્રમિકનું ધ્યાન જતાં તેણે ફરિયાદ કરી હતી. જેથી સેન્ટ્રલ ઝોને પોલને દોરડા બાંધ્યા વિના કે સેફ્ટી નિયમોની ધરાર અવગણના કરી પોલને ધક્કો મારી રોડ પર પાડી દેવાયો હતો. ધડામથી પટકાયેલા જર્જરીત પોલના લાઇટ ફિટિંગો તૂટી ગયા હતા. આ મામલે જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવા વિભાગે એજન્સીને નોટિસ ફટકારી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
વેસુમાં નમી ગયેલા પોલથી હજુ સુધી તંત્ર અજાણ
મોટા ઉપાડે કરાઇ રહેલી પ્રિ-મોનસૂન કામગીરી બાદ પણ વેસુમાં પુણ્યભૂમિ રોડ પર સ્ટ્રીટ લાઇટ પોલની કમાન બેન્ડ થઇ ગઇ છે. ફાઉન્ડેશન ક્ષતિગ્રસ્ત હોવાથી પોલ નમી ગયો છે. જો કે, આ અંગે પાલિકા તંત્ર હજુ પણ અજાણ છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહન પસાર થાય છે. સાથે જ રાહદારીઓ તથા વોક કરવા નિકળતા પરિવારો પર નમી ગયેલો આ પોલ જોખમી સાબિત થાય તે પહેલાં તાકીદે ઉતારવા સ્થાનિકોએ માંગ કરી છે.
