ડ્રાઈવરને ઝોકું આવતા બસ પલ્ટી મારી:હળવદ-માળીયા હાઇવે પર કચ્છ થી અમદાવાદ જઈ રહેલી બસનો અકસ્માત, 16 જેટલા મુસાફરો ઘાયલ
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરોને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી.
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બસમાં સવાર કુલ 16 જેટલા મુસાફરોને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચી હતી. જેને પગલે તાત્કાલિક તેમને મોરબી સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર સવારે 5:30 વાગ્યાની આસપાસ હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ નંબર NL-01B-2324 કચ્છ થી અમદાવાદ તરફ જઈ રહી હતી. એ સમયે ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હતું અને બસ પલટી મારી ગઈ હતી. જેને પગલે હાઇવે પર ઇજાગ્રસ્તોની ચિચિયારીઓ ગુંજી હતી. બસ પલટી મારી જવાના કારણે 16 જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી. અને તેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાને ગંભીર રીતે ઇજા થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે મોરબીની પાંચ જેટલી 108 અને તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને સત્વરે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારમાં બનેલી આ ઘટનાને કારણે હાઇવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ પોલીસ દ્વારા ટ્રાફિકને ક્લિયર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં વિપુલ રમણભાઈ પ્રજાપતિ, વિનુ પરમાર, વિજય રામચંદ્ર ગુપ્તા, ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ, સૌરભ સોની, દિપક પરસોત્તમ આણંદદાની, કલ્પના દિપક આણંદ દાની, રવિ પટેલ, ઇરસાદ આલમભાઈ, દિનેશ કાંતિલાલ, કાનો દિનેશભાઇ, દિગ્વિજય કાનભાઈ અને લીલા રાજેશભાઇનો સમાવેશ થાય છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले





