ડ્યુટી બજાવી:મેળામાં લોકો STમાં મુસાફરી કરે : SP
ટ્રાફિકજામ નિવારવા રાત્રિના 1:30 વાગ્યે એસપી, ડિવાયએસપી, એલસીબી પીઆઇએ ડ્યુટી બજાવી પોતાનું બાઇક અથવા ફોરવ્હિલ લાવવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે મેળાનો પ્રારંભ થતાની સાથે જ મેળાના પ્રથમ દિવસે ભવનાથમાં 1.50 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા.
- ટ્રાફિકજામ નિવારવા રાત્રિના 1:30 વાગ્યે એસપી, ડિવાયએસપી, એલસીબી પીઆઇએ ડ્યુટી બજાવી
- પોતાનું બાઇક અથવા ફોરવ્હિલ લાવવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે
મેળાનો પ્રારંભ થતાની સાથે જ મેળાના પ્રથમ દિવસે ભવનાથમાં 1.50 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. પરિણામે રાત્રિના ચક્કાજામ જેવી સ્થિતી સર્જાતા પોલીસે રાત્રિના જ થોડો સમય માટે ભવનાથમાં તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.જોકે, ટ્રાફિકજામની સ્થિતી થોડી હળવી થતા ફરી પ્રવેશ અપાયો હતો. દરમિયાન મોડીરાતના 1:30 વાગ્યે એસપી રવિતેજા વાસમ શેટ્ટી, ડિવાયએસપી હિતેષ ધાધલ્યા, એલસીબી પીઆઇ જે.એચ. સિંધવ, પીએસઆઇ જે.જે. ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ટ્રાફિક ક્લિયર કરાવવાની ડ્યુટી બજાવતા નજરે પડ્યા હતા.
આ દરમિયાન એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ લોકોને અપીલ કરી હતી કે, મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લોકો પોતાના ટુવ્હિલ, ફોર વ્હિલર મેળાના 2 દિવસ દરમિયાન ન લાવે તે જરૂરી છેે.માલિકીના વાહનના બદલે એસટીમાં આવે તો ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાશે.એસટી બસ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સુધી આવે જ છેે.જો ખાનગી વાહનો લઇને આવશો તો પણ પ્રવેશ જિલ્લા પંચાયત સુધી જ છે. પછી તો ચાલીને જ જવાનું છે.
ત્યારે ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જામ થતા ફરી ભરડાવાવ કે અન્ય સ્થળેથી તમામ વાહનોને પ્રવેશબંધી કરવી પડે છે જેથી પબ્લીકને પણ પોલીસને બન્નેને હેરાનગતિ થશે. વળી પાર્કિંગ માટેની પણ સમસ્યા રહેશે. માટે આ સ્થિતી નિવારવા લોકો પોતાના વાહનોને બદલે પબ્લીક ટ્રાન્સપોર્ટ -એસટી બસનો ઉપયોગ વધુ કરે તે જરૂરી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले