ગુજરાતમાં 23 હજાર ભાગેડુ આરોપી પોલીસ પક્કડથી દૂર:અમદાવાદ અને સુરત શહેરના સૌથી વધુ આરોપી ગુનાઓમાં સંડાવાયેલા
રાજ્યમાં દાઉદ, ટાઇગર મેમણ, છોટા શકીલ, છોટા રાજન, શરીફ પઠાણ મોસ્ટ વોન્ટેડ મોસ્ટ વોન્ટેડમાં દાઉદ ઇબ્રાહિમનું પહેલું નામ, અમદાવાદ સુરતના સૌથી વધુ આરોપી ગુજરાતમાં અંદાજે 23 હજાર આરોપીઓ નાસતા ફરે છે.
- રાજ્યમાં દાઉદ, ટાઇગર મેમણ, છોટા શકીલ, છોટા રાજન, શરીફ પઠાણ મોસ્ટ વોન્ટેડ
- મોસ્ટ વોન્ટેડમાં દાઉદ ઇબ્રાહિમનું પહેલું નામ, અમદાવાદ સુરતના સૌથી વધુ આરોપી
ગુજરાતમાં અંદાજે 23 હજાર આરોપીઓ નાસતા ફરે છે. પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકતી નથી. ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમ વિભાગની વેબસાઇટના આંકડાઓ મુજબ, રાજ્યના શહેર, જિલ્લા અને રેલવે પોલીસ પોલીસના મળીને કુલ 40 પોલીસ જિલ્લાઓના અંદાજે 23 હજાર આસપાસ આરોપીઓને પોલીસની પકડથી દૂર છે.
દર મહિને પોલીસ દ્વારા અંદાજે 400 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવે છે અને દર મહિને 400 આસપાસ આરોપીઓ નાસતા ફરતા આરોપીઓની યાદીમાં ઉમેરાઇ પણ જાય છે. સૌથી વધુ નાસતા ફરતા આરોપીઓ અમદાવાદ અને સુરત શહેરના ગુનાઓમાં સંડાવાયેલા છે. રાજ્યના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદીમાં સૌથી પહેલું નામ દાઉદ ઇબ્રાહિમ મેમણનું છે. દાઉદ અમદાવાદ શહેરમાં જ સાતથી વધારે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે જ્યારે સુરત શહેરના બે ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે.

દાઉદ
ગુજરાત પોલીસ દ્વારા RTIનો જવાબ નથી અપાતો, વેબસાઇટ પર જૂની માહિતી
દિવ્ય ભાસ્કર દ્વારા RTI અરજી કરવામાં આવી હતી. સીઆઇડી ક્રાઇમ વિભાગ દ્વારા આ માહિતી આપવાનો ઇનકાર કરી જવાબ આપવામાં આવ્યો હતો કે, સીઆઇડી ક્રાઇમને માહિતી મેળવવાના અધિકાર અધિનિય મુજબ માહિતી આપવામાંથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ આ માહિતી સીઆઇડી ક્રાઇમની વેબસાઇટ પર છે અને એ માહિતી 2022ના ફેબ્રુઆરી મહિના બાદ અપડેટ કરવામાં આવી નતી. આ બાબતે દિવ્ય ભાસ્કરે સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું. હજૂ વેબસાઇટ પર જૂની માહિતી જ છે.
ગુજરાતને તબાહ કરવાનો પ્રયાસ કરનારા મોસ્ટ વોન્ટેડ
| નામ | ગુનો | ફરિયાદ |
| દાઉદ ઇબ્રાહિમ | બોમ્બ બલાસ્ટ, દેશમાં આતંક | અમદાવાદમાં 7 પોલીસ સ્ટેશનમાં |
| શરિફ પઠાણ | બોમ્બ બલાસ્ટ, દેશમાં આતંક | અમદાવાદ 15 અને મહેસાણામાં એક |
| ટાઇગર મેમણ | બોમ્બ બલાસ્ટ, દેશમાં આતંક | અમદાવાદ શહેરમાં ગુનાઓ |
| રસુલ પાર્ટી | બોમ્બ બલાસ્ટ, દેશમાં આતંક | અમદાવાદમાં 19 પોલીસ સ્ટેશનમાં |
| છોટા શકીલ | ધાકધમકી, ખંડણી | સુરત શહેરમાં ગુનાઓ |
| છોટા રાજન | ધાકધમકી, ખંડણી | સુરત શહેરમાં ગુનાઓ |
અમદાવાદ-સુરતના સૌથી વધુ આરોપી
| શહેર-જિલ્લો | ફરાર |
| અમદાવાદ શહેર | 4505 |
| સુરત શહેર | 2102 |
| વસલાડ જિલ્લો | 1543 |
| બનાસકાંઠા | 1496 |
| વડોદરા શહેર | 916 |
| દાહોદ | 891 |
| રાજકોટ શહેર | 753 |
| રાજ્ય કુલ | 22696 |

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले