નવી દિલ્હીમાં યુથ ક્લાઈમેટ કોનકલેવનું આયોજન:વિશ્વ કક્ષાની પરિષદમાં પસંદ થયેલા 50 પ્રવૃત્તિકારોમાં ગુજરાતની માન્યા અને માનસીનો સમાવેશ

By Abhishek Raghuvanshi
2 Min Read

ભાયલીના પ્રકૃતિપ્રેમી બાળ મિત્ર મંડળના બાળ પ્રતિનિધિએ યૂથ ક્લાઈમેટ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં વિશ્વ કક્ષાની પરિષદમાં દેશમાંથી પસંદ થયેલા 50 પ્રવૃત્તિકારોમાં ગુજરાતની માન્યા અને માનસીનો સમાવેશ થયો છે. ધોરણ 4માં ભણતી સામાન્ય પરિવારની 10 વર્ષિય માન્યા મકવાણા 100થી વધુ પ્રકારનાં પક્ષી ઓળખી શકે છે. તો મહુવાના માનસી ઠાકર CEE અમદાવાદ ખાતે ઇન્ટરશીપ કરી રહ્યા છે.

દર રવિવારે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન
દિલ્હી ખાતે યુરોપિયન યુનિયન EU, UNICEF, TERI, Ministry of Environment Forest and Climate Change તથા દેશની પ્રતિષ્ઠિત પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ દ્વારા યુથ ક્લાઈમેટ કોનકલેવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દેશભરમાંથી 50 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતની માન્યા મકવાણા તથા માનસી ઠાકરની પસંદગી થઈ છે. મહુવામાં પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ તથા ફ્રી એનિમલ રેસ્ક્યું સર્વિસ ગ્રુપ સાથે સંકળાયને છેલ્લા બે વર્ષથી દરિયામાં વસવાટ કરતા અસંખ્ય જીવોને રક્ષણ માટે પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવું છે. જેમાં યુવાનો, બહેનો મળી દર રવિવારે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કરી વડીલો, યુવાઓને પ્લાસ્ટિક અંકુશ પર જાગૃત કરે છે.

સંસ્થા પશુ-પક્ષીઓનું રેસક્યું કરી સારવાર પૂરી પાડી છે
જયદીપ જાની તથા જયદીપ ભેડાના માર્ગદર્શન હેઠળ કામ કરી રહેલ આ સંસ્થા પક્ષીદર્શન, પક્ષીઓ, પશુઓને રેસક્યું કરી સારવાર પૂરી પાડી માનવતાનું કામ કરે છે. આ સાથે વિવિધ કાર્યક્રમો દ્વારા વિધાર્થી, યુવાવર્ગ અને સામાન્ય નાગરિકોને પર્યાવરણ સાથે જોડવા કાર્યરત છે.

Exit mobile version