ટીપી પેન્ડિંગ રહી હોવાનો ખુલાસો:વાંધા-વિરોધને કારણે ગુલબાઈ ટેકરા, એલિસબ્રિજ, વસ્ત્રાલ સહિતની 20 ટીપી એક મહિનાથી માંડી 30 વર્ષથી પેન્ડિંગ છે

By Abhishek Raghuvanshi
4 Min Read
  • TP ફાઈનલ ન થતાં સરવે નંબરની જમીનોમાં બાંધકામથી જમીનના વિવાદ વધે છે, વિકાસ અટકે છે

અમદાવાદમાં 1 મહિનાથી માંડી 30 વર્ષ સુધી ટીપી પેન્ડિંગ રહી હોવાનો ખુલાસો વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં થયો છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો છે કે, 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ કુલ 20 ટીપી સ્કીમ પડતર છે. જેમાં ગુલબાઈ ટેકરાની 20 નંબરની ટીપી સ્કીમ છેલ્લા 30 વર્ષથી પડતર છે. જ્યારે વસ્ત્રાલ-રામોલની 114 નંબરની ટીપી 12 વર્ષથી પડતર પડી રહી છે. કારણો અંગે જવાબ રજૂ કરાયો છે કે, જે તે ટીપી સ્કીમની દરખાસ્ત અન્વયે લોકોની રજૂઆત ધ્યાને લેતા અને કોઈનું અહિત કે નુકસાન ન થાય તે માટે આ સ્કીમો પડતર છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, ટીપી સ્કીમો પડતર હોવાથી શહેરનું ડેવલપમેન્ટ અટકી જાય છે. બીજી તરફ સંખ્યાબંધ સમસ્યાઓ ઉદભવે છે જેમાં ખાસ કરીને કબજા ફેરફારની સમસ્યા સર્જાય છે. સંખ્યાબંધ જમીન માલિકો ટીપીનો ફાઇનલ પ્લોટ જાહેર થયો ન હોવાથી સરવે નંબરવાળી જગ્યામાં જ બાંધકામ કરી દે છે. જેથી ટીપીનો અમલ થાય ત્યારે કબજા ફેરફારના મુદ્દે વિવાદ સર્જાય છે અને જે તે ટીપી ઘોંચમાં પડે છે. ટીપી ફાઈનલ ન થઈ હોવાને કારણે લોકો સરવે નંબરમાં બાંધકામ કરી દે છે જેને કારણે જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે તોડફોડ કરવાનો વારો આવે છે.

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે લાંબા સમયથી પડતર ટીપી અંગે કરેલો ખુલાસો

ટીપી સ્કીમકેટલા સમયથી પડતર
158/જી (ફતેવાડી-ઓકાફ)1 મહિનો, 27 દિવસ
20 (ગુલબાઈ ટેકરા) (ત્રી.ફે.)30 વર્ષ, 5 મહિના, 23 દિવસ
38/2 (દાણીલીમડા-બહેરામપુરા-વેસ્ટ)6 વર્ષ, 25 દિવસ
59 (નારોલ-વટવા)7 વર્ષ, 6 મહિના, 21 દિવસ
65 (સૈજપુર બોઘા-સાઉથ-વેસ્ટ)3 વર્ષ, 5 મહિના, 6 દિવસ
66 (સૈજપુરબોઘા-ઇસ્ટ)2 વર્ષ, 2 મહિના, 9 દિવસ
91 (વિંઝોલ-3)8 વર્ષ, 10 મહિના, 24 દિવસ
55 (ઓગણજ)2 વર્ષ, 2 મહિના, 17 દિવસ
93/સી (ગ્યાસપુર-વેજલપુર)2 મહિના, 21 દિવસ
114 (વસ્ત્રાલ-રામોલ)12 વર્ષ, 2 મહિના, 17 દિવસ
128 (વટવા-અસલાલી)3 વર્ષ, 2 મહિના, 24 દિવસ
214 (થલતેજ)1 મહિનો, 28 દિવસ
90 (વિંઝોલ)2 વર્ષ, 3 મહિના, 23 દિવસ
123/એ (નરોડા)2 મહિના, 21 દિવસ
96/એ (હાંસોલ-અસારવા)2 વર્ષ 11 મહિના, 7 દિવસ
92/બી (સરખેજ-ઓકાફ)2 વર્ષ, 10 મહિના, 21 દિવસ
105 (વસ્ત્રાલ)6 વર્ષ, 11 મહિના, 24 દિવસ
73 (વિંઝોલ)6 વર્ષ, 02 મહિના, 3 દિવસ
23 (સાબરમતી) (પ્રા.ફે.)2 વર્ષ, 5 મહિના, 8 દિવસ
3 (એલિસબ્રિજ) (બી.ફે.)2 વર્ષ, 2 મહિના, 25 દિવસ

ટીપી પેન્ડિંગ રહેવા માટે આ કારણો જવાબદાર છે

- Advertisement -
  • જે તે સત્તામંડળો દ્વારા ચોક્કસ નિયમો અને અધિનિયમોની જોગવાઈ મુજબ જમીન માલિકોને જે-તે સ્કીમની સમજણ આપી વાંધા સૂચનો મેળવવામાં આવે છે. પછી મુસદ્દો તૈયાર કરાય છે. જેથી ટીપી ફાઈનલ કરતા પહેલા તે સંદર્ભે મળેલા વાંધાસૂચનો મંજૂર કે નામંજૂર કરી અથવા પરત મોકલાય ત્યા સુધી ટીપી ફાઈનલ થતી નથી.
  • નગરરચના અધિકારી સરકારને ટીપી સ્કીમ મંજૂરી માટે મોકલે છે. સરકાર પણ કાયદા મુજબ ચકાસણી કરે છે. દરેક ટીપી સ્કીમમાં તે વિસ્તારના જમીન માલિકોની રજૂઆત ધ્યાને લઈ નિર્ણય કરે છે તેથી ટીપી મંજૂર કે નામંજૂર કરે છે જેમાં સમય લાગે છે.

બજેટમાં અમદાવાદ: ખારીકટ કેનાલ માટે 300 કરોડ

  • એરપોર્ટ જેવી સુવિધા માટે અમદાવાદ ગીતામંદિર નોર્થ પ્લોટ ખાતે પીપીપી ધોરણે ડેવલપ કરાશે.
  • ખારીકટ કેનાલને બોક્સ સ્ટ્રકચરમાં રૂપાંતર કરી તેની પુન: રચના માટે 300 કરોડની જોગવાઈ.
  • સાબરમતી નદી પર સિરીઝ ઓફ બેરેજ માટે 150 કરોડની જોગવાઈ.
  • ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ માટે 150 કરોડની જોગવાઈ.
  • સાયન્સ સિટી ખાતે ઈનસ્પેસ સંસ્થા સાથે મળી મેન્યુફેકચરિંગ કલસ્ટરના વિકાસ માટે 12 કરોડની જોગવાઈ
  • આઈ.ટી અને સ્ટાર્ટઅપ કલ્ચરના વિકાસ માટે સાયન્સ સિટી ખાતે આઈ.ટી અને સાયન્સ પાર્કના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ
Exit mobile version