देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

સરકાર બરાબરની ભરાઈ:ગુજરાતમાં આંદોલન ડામવા મંત્રીઓ હાથ જોડે છે, પણ સરકારી કર્મચારીમંડળો વાત કરવા તૈયાર જ નથી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને લઈને સરકારી કર્મચારીમંડળોએ પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં છે.

Abhishek Raghuvanshi9 सितंबर 2022 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને લઈને સરકારી કર્મચારીમંડળોએ પોતાની માગણીને લઈને આંદોલનો શરૂ કરી દીધાં છે. બીજી બાજુ, ચૂંટણી ટાણે જ શરૂ થયેલાં આંદોલન ડામવા સરકારે પાંચ મંત્રીની કમિટી બનાવીને તેમને જવાબદારી સોંપી છે, પરંતુ કર્મચારીમંડળો સરકારના મંત્રીઓની વાત સાંભળવા જ તૈયાર નથી. સરકારી કર્મચારીઓને મંત્રીઓ બે હાથ જોડીને મનાવવા મથી રહ્યા છે. તેમ છતાં તેઓ સાથે કર્મચારીઓ વાત કરવા તૈયાર નથી. કર્મચારીમંડળોએ એવું કડક વલણ અપનાવ્યું છે કે મૌખિક નહીં, લેખિતમાં આમંત્રણ અપાશે તો જ સરકાર સાથે વાતચીત થશે.

મંત્રીઓની કમિટી કોઈ નિકાલ લાવી શકી નથી
હાલ રાજ્યમાં વનરક્ષક, તલાટી, પંચાયત સંવર્ગ આરોગ્યકર્મચારી સહિત મોટા ભાગના સરકારી કર્મચારીમંડળોએ સરકાર સામે આંદોલન શરૂ કરીને મોરચો માંડ્યો છે. સરકારી કર્મચારી મહામંડળે આપેલા એલાન મુજબ, હવે 11મીએ રાજ્યમાં ઝોન પ્રમાણે રેલી યોજીને સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે. રાજ્યમાં ચૂંટણી ટાણે આંદોલનો ધમધમી રહ્યાં છે. તેમ છતાંય મંત્રીઓની કમિટી કોઈ નિકાલ લાવી શકી નથી. સરકારી કર્મચારીમંડળો નક્કી કરીને બેઠાં છે કે સરકારના વાયદા વચન નહીં, પણ લેખિત ખાતરી આપવામાં આવે તો જ આંદોલન પૂર્ણ થશે.

तस्वीरों में खबर3 फोटो
આંગણવાડીની મહિલાઓ આંદોલન પર ઉતરીવિદ્યાસહાયકની ભરતીની માંગ સાથે રાજ્યભરમાંથી ઉમટી પડેલા ઉમેદવારો

મંત્રીઓ મળતિયાઓ થકી આંદોલન ઠારવા ડોળ કરે છે
કર્મચારીમંડળે આરોપ મૂક્યો છે કે મંત્રીઓ મળતિયાઓને બોલાવીને આંદોલન ઠારવાનો ડોળ કરી રહ્યા છે. વાસ્તવમાં એકેય કર્મચારીમંડળના પ્રતિનિધિ મંત્રીઓ સાથે ચર્ચા કરવા ગયા નથી, પણ કર્મચારીમંડળોમાં ફાટફૂટ પડાવી આંદોલનને થાળે પાડવા મથામણ થઈ રહી છે. જ્યાં સુધી સરકાર લેખિતમાં આમંત્રણ નહીં આપે ત્યાં સુધી ચર્ચા કરવામાં નહીં આવે. બીજી તરફ, સરકાર માટે મૂંઝવણ એ ઊભી થઈ છે કે તમામ સરકારી મંડળોની માગો સ્વીકારાય તો સરકારી તિજોરી પર કરોડોનો બોજો પડી શકે છે.

કર્મચારીઓ દિલ્હી જંતરમંતર પર દેખાવો કરશે
જે હાલમાં સરકારને પોષાય એમ નથી.આ સંદર્ભે સરકારી વર્તુળો કહી રહ્યાં છે કે ઉદ્યોગોની માગણીઓ સ્વીકારીને લહાણી કરવામાં આવે છે. જ્યારે સરકારી કર્મચારીઓ માટે ઘરના છોકરા ઘંટી ચાટે જેવી સ્થિતિ છે. કર્મચારીઓમાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જો સરકાર પ્રશ્નો હલ નહીં કરે તો કર્મચારીઓ દિલ્હી જંતરમંતર પર દેખાવો કરશે. એટલું જ નહીં, આંદોલનને વધુ વેગવંતું બનાવાશે.

કયાં-કયાં આંદોલનો હાલમાં ચાલી રહ્યાં છે?
પાટનગરમાં ખેડૂતો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી, વનરક્ષકો ઉપરાંત તલાટી અને પંચાયતના વિલેજ કમ્પ્લેયર સહાયકોએ સરકાર સામે બાંયો ચઢાવીને આંદોલનના મંડાણ કર્યા છે. ખેડૂતોએ તો સમાન વીજદર સહિતના પ્રશ્નો ન ઉકેલાતાં હવે મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાની બહાર ધરણાંનું આયોજન કર્યું છે. ત્યારે ચારેતરફ આ ધમધમતા આંદોલનની આગને ઠારવા માટે ભાજપે જિતુ વાઘાણી સહિતના પાંચ મંત્રીની કમિટી તો રચી, પરંતુ આમ છતાં આ આંદોલનનું કોઈ નિરાકરણ આવ્યું નથી.

આંદોલનકારીઓને મનાવી શકશે સરકારના મંત્રીઓ?
ચૂંટણી નજીક છે અને ભાજપ આ ચૂંટણીમાં કોઈપણ કસર છોડવા નથી માગતો અને આ વખતે પડકાર માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી પણ છે, જે હાલમાં એક બાદ એક ગેરંટી આપીને જનતાને રીઝવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. ત્યારે આ સ્થિતિમાં ભાજપ માટે જનતાનું હિત જળવાઈ રહે એ જરુરી છે, માટે જ પાટનગરમાં ધૂણી ધખાવીને બેઠેલા આંદોલનકારીઓ સાથે હવે સરકાર વાટાઘાટો માટે તૈયાર થઈ છે. ત્યારે એ જોવું રસપ્રદ બનશે કે સરકાર આ આંદોલનને ઠારવામાં સફળ રહેશે? શું સરકાર આ આંદોલનના પ્રતિનિધિઓને મનાવી શકશે?

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 460 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 460 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 518 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 567 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 791 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 792 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 792 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 797 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 797 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 801 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 801 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 802 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 802 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 803 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 803 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 816 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 816 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 819 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 819 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 820 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 822 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 822 दिन पहले
↑