વડોદરામાં ગણપતિ બાપ્પાનું અપમાન:આખું ટ્રેક્ટર ભરીને શ્રીજીની મૂર્તિઓ લાવ્યા ને તળાવમાં ફેંકી દીધી, ભાજપના કોર્પોરેટરની કાર નજીકમાં જ ઊભી હતી
શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી વડોદરા શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે.
- શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી
વડોદરા શહેરના દશામાં તળાવમાં શ્રીજીની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. વીડિયોમાં સ્થળ પર ભાજપના કાઉન્સિલર નીતિન ડોંગાની કાર હાજર હોવાથી અને શ્રીજીની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું જણાઈ આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે અને શ્રીજીના અપમાનથી ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
કોર્પોરેટરની કાર દેખાતાં વિવાદ વકર્યો
વડોદરા શહેરના ગોરવા દશામા તળાવ પાસે પાલિકાએ કૃત્રિમ તળાવ બનાવ્યું છે. એની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વીડિયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટરચાલકને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આ મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. તદુપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના રૂ. 600 આપવામાં આવ્યા હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ સમયે ત્યાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર નીતિન દોંગાની પણ કાર હાજર હોવાનું જણાઈ આવતાં ભારે વિવાદ થયો છે.
મારા ગયા બાદ કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે
આ સંદર્ભે નીતિન દોંગાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે રવિવારે મોડી રાત્રે ફાયરબ્રિગેડની મદદથી દશામા તળાવમાં શ્રીજીની મૂર્તિઓનું પોતાના હાથે વિસર્જન કર્યું છે. તદુપરાંત સોમવારે બપોરે પણ શ્રીજીની મૂર્તિઓને વિસર્જિત કરવા તેઓ આવ્યા હતા, પરંતુ તેમના ગયા બાદ અન્ય કોઈ આ રીતે મૂર્તિ વિસર્જિત કરતું હશે. તેમની કાર ત્યાં હોવાના પ્રશ્ન સંદર્ભે પણ તેમણે જણાવ્યું હતું કે વીડિયો અગાઉથી લીધેલો હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે નીતિન ડોંગાએ તાજેતરમાં જ ગોત્રી સારાભાઈ સોસાયટી સામે કુંડ બનાવ્યો હતો, જેમાં ત્રણ નદીના આ પાણીમાં શ્રીજીની મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले





