અમેરિકામાં શિવજી અંગે ટિપ્પણીનો વિવાદ:પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ માફી માગતાં કહ્યું: ‘શિક્ષા તરીકે 7 દિવસના ઉપવાસ કરીશ, શિવજી દેવાધિદેવ છે’
સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમણે આ અંગે માફી માગી છે તેમજ શિવજી દેવાધિદેવ છે અને શિક્ષારૂપે સાત દિવસના ઉપવાસ અને મૌન રાખીશ એમ જણાવ્યું છે.
સોખડા મંદિરથી જુદા થયેલા પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગરસ્વામીનો અમેરિકામાં પ્રવચન દરમિયાન શિવજી અંગે ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ તેમણે આ અંગે માફી માગી છે તેમજ શિવજી દેવાધિદેવ છે અને શિક્ષારૂપે સાત દિવસના ઉપવાસ અને મૌન રાખીશ એમ જણાવ્યું છે.
યુવકની લાગણીને ભાવ આપવા કર્યું: સાધુ આનંદસાગર
આનંદસાગરસ્વામીએ માફી માગતાં કહ્યું હતું કે દેવાધિદેવ મહાદેવજી સનાતન ભારતીય સંસ્કૃતિના આરાધ્ય દેવ છે, પૂજનીય દેવ છે અને અતિશય મોટા છે. એ સનાતન સંસ્કૃતિના દરેક સાધક, દરેક હિન્દુ માટે છે અને મારા માટે પણ પૂજનીય છે, આરાધ્ય છે અને રહેશે. મેં એક યુવકની લાગણીને ભાવ આપવા માટે કર્યું, મારાથી જે કાંઈ ભૂલ થઇ છે એ બદલ હું સનાતન ભારતીય સંસ્કૃતિના એક સાધુ તરીકે, એક સાધક તરીકે તમામ શિવભક્તોને, તમામ ભારતીય સંસ્કૃતિના સનાતન ધર્મના સાધકોને અને દરેક ભક્તજનની અંત:કરણપૂર્વક હૃદયથી ક્ષમા માગું છું. માફી માગું છું.
મૌન અને સાત દિવસના ઉપવાસ
તેમણે વધુમાં કહ્યું હતું કે આ અવસર જ્યારે થયો ત્યારે પ્રબોધસ્વામીએ મને ખૂબ કડક શબ્દોમાં સૂચન કર્યું છે. શિબિર દરમિયાન મને મૌન પણ આપ્યું છે અને ત્યાર પછી સાત દિવસના ઉપવાસ પણ આપ્યા છે, પરંતુ આજે જ્યારે બધા ભક્તોની લાગણી દુભાઈ છે ત્યારે આ વાત હું કરી રહ્યો છું, પણ પ્રબોધસ્વામીએ તો મને શિક્ષા ત્યારે જ આપી દીધી હતી. ફરી એકવાર હું માફી માગું છું.
પ્રવચનમાં શું કહ્યું હતું આનંદસ્વામીએ
સાધુ આનંદસાગરે અમેરિકામાં પ્રવચનમાં કહ્યું હતું કે પોતે જેના સમર્થક છે તે પ્રબોધ જીવનદાસજી માટે કહે છે કે ‘ધરતી ઉપર દીકરો રહે છે. નિશિત એનું નામ છે. પ્રબોધસ્વામી તેમના રૂમમાં હતા અને નિશિતભાઈને બોલાવીને કહી દીધું હતું કે જા એવીડીના મેઈન ગેટ પાસે જા. બીજી કોઈ આજ્ઞા હતી નહીં એટલે નિશિતભાઈ જે મેઈન ગેટ હતો ત્યાં ગયા તો એ બંધ હતો. ગેટની બહાર શિવજી ઊભા હતા. પ્રોપર નિશિતભાઈએ વર્ણન કર્યું કે આપણે પિક્ચરમાં જોઈએ એ રીતે શિવજી જટાવાળા, નાગબાગ વીંટેલો, રુદ્રાક્ષ પહેરેલી, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો. પ્રબોધસ્વામીના પણ આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ તેમને કહ્યું, પ્રબોધસ્વામીના મને દર્શન થાય એવા મારા પુણ્ય જાગ્રત નથી થયા, પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારા અહોભાગ્ય છે, એમ કહી શિવજી એ યુવક નિશિતભાઈને ચરણસ્પર્શ કરીને જતા રહ્યા.’

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 457 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 457 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 515 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 564 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 788 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 789 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 789 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 789 दिन पहले
