મોતના તાંડવ પછીની એ કાળી રાત:શેરીમાં એકદમ સન્નાટો છવાયો; એક મા ભીની આંખે જોઈ રહી છે પોતાના દિકરાની રાહ તો એક ભાઈના માથે એકદમથી જ ઘરની જવાબદારીઓ આવી
મૃત્યુ પામનાર મોટા ભાગના વ્યક્તિને સૌથી પહેલા આંખે દેખાવાનું બંધ થયુ હતું બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 55 લોકોના મોત થયા છે. જેમાં રોજીદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે.
- મૃત્યુ પામનાર મોટા ભાગના વ્યક્તિને સૌથી પહેલા આંખે દેખાવાનું બંધ થયુ હતું
બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 55 લોકોના મોત થયા છે. જેમાં રોજીદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે. અહીં મોતનો આંકડો હજુ વધે તો નવાઈ નથી. કારણ કે રોજીદ ગામના કેટલાય લોકો હજૂ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ અત્યંત નાજૂક છે.
મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા
રોજીદ ગામમાં દિવ્ય ભાસ્કરની ટીમે મંગળવાર રાત્રે જે લોકોના ઘરે મોત થયા છે એ ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગામની તમામ શેરીઓમાં સન્નાટો છવાયેલો હતો. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એમના પરિજનોને વિદાય આપ્યા બાદ પહેલી રાત મોટા આઘાતમાં પસાર કરી હતી.
સ્વજનોની અચાનક વિદાયથી આખુ ગામ સ્તબ્ધ
રોજીદ ગામમાં કોઈ બાપે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે. તો કેટલાક લોકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તો કેટલીક મહિલાઓએ તેમના પતિને ગુમાવ્યા છે અને એમના બાળકો આજે નોંધારા થયા છે.
ચારેબાજૂ બસ રોકકળનો જ અવાજ
ગામની તમામ શેરીઓમાં માતમની પહેલી રાતે સન્નાટો છવાયો હતો. સમી સાંજથી કોઈ ફરકી પણ રહ્યું નહોતું. આખા ગામમાં લોકો લઠ્ઠાકાંડમાં મોત થયેલા લોકો અંગે જ વાત કરી રહ્યા હતા અને એ પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले


