આ ટ્રાફિકજામ કોઈનો જીવ લેશે!:વડોદરામાં નેશનલ હાઇવે પર રોજ 2 કિમી લાંબો ટ્રાફિકજામ થાય છે, એમ્બ્યુલન્સ અડધો કલાક ફસાઈ જતા દર્દીનો જીવ જોખમમાં મૂકાયો
જાંબુવા બ્રિજ પાસે હાઈવે પર ખાડા પડી જતા હાઈવે પર ટ્રાફિકજામછેલ્લા 20 દિવસથી રોજ 4થી 5 કલાક ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો પરેશાન વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પર છેલ્લા 20 દિવસથી રોજ 2 કિ.મી.
- જાંબુવા બ્રિજ પાસે હાઈવે પર ખાડા પડી જતા હાઈવે પર ટ્રાફિકજામ
- છેલ્લા 20 દિવસથી રોજ 4થી 5 કલાક ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો પરેશાન
વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ પર છેલ્લા 20 દિવસથી રોજ 2 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થાય છે. જાંબુવા બ્રિજથી આગળ આવેલા જાંબુવા નદી પરના બ્રિજ પર ખાડા પડી જતા હેવી વાહનો ધીમા ચાલતા હોવાથી અહીં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળે છે. આજે હાઈવે પરના ટ્રાફિકજામમાં દર્દીને લઈને જઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીઓના સગાઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. છેલ્લા 20 દિવસથી ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રોજ સવારે 4થી 5 કલાક સુધી ટ્રાફિકજામ થાય છે
વડોદરા પાસે નેશનલ હાઇવે પર રોજ 2 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થાય છે અને ક્યારેક તો તેનાથી પણ વધારે જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ સુધી ટ્રાફિકજામ થઈ જાય છે. રોજ સવારે 8 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી જાંબુવા બ્રિજ પાસે ટ્રાફિકજામ જોવા મળે છે. પીક અવરમાં રોજ ટ્રાફિકજામ થતો હોવા છતાં તંત્ર દ્વારા હાઇવે પર પડેલા ખાડા રિપેર કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વાહન ચાલકો રોજ પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતુ નથી.
ટ્રાફિકજામથી સ્થાનિકો પરેશાન
જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓને સ્કૂલો આવેલી છે. જેથી સોસાયટીઓના રહીશો સોસાયટીની બહાર નીકળી શકતા નથી અને નીકળે તો ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. આ ઉપરાંત બાળકોને સ્કૂલે પહોંચવામાં પણ મોડુ થઈ જાય છે. જાંબુવા બ્રિજ પાસે આવેલી આર્યન રેસિડેન્સીના રહીશો તો ટ્રાફિકજામની સમસ્યથી ખુબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.
રોજ એમ્બ્યુલન્સો ટ્રાફિકજામમાં ફસાય છે
જાંબુવા બ્રિજ પાસે નેશનલ હાઇવે નં-48 પર રોજ ટ્રાફિકજામ થતાં રોજેરોજ ક્રિટીકલ દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે. આજે સવારે પણ જાંબુવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી બ્રિજ પર ફસાઈ ગઈ હતી. જેના કારણે દર્દીના પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા હતા.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले



