આવકવેરા વિભાગના દરોડા:અમદાવાદમાં બાગબાન ગ્રુપ પર ITનું સર્ચ-ઓપરેશન, 100થી વધુ કર્મચારીઓ દ્વારા 31 સ્થળે તપાસ
સિંધુ ભવન રોડ પરની ઓફિસ ઉપરાંત તેમનાં નિવાસસ્થાનો પર સર્ચ-ઓપરેશન હાથ ધરાયું અમદાવાદમાં તમાકુના ઉત્પાદક બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે.
- સિંધુ ભવન રોડ પરની ઓફિસ ઉપરાંત તેમનાં નિવાસસ્થાનો પર સર્ચ-ઓપરેશન હાથ ધરાયું
અમદાવાદમાં તમાકુના ઉત્પાદક બાગબાન ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. કંપનીના માલિક-ભાગીદારોની ઓફિસ-રહેઠાણ સહિત 31 સ્થળે સવારથી દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંધુ ભવન રોડ પરની ઓફિસ ઉપરાંત તેમનાં નિવાસસ્થાનો પર સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. 100થી વધુ અધિકારીઓનો કાફલો જુદાં-જુદાં 31 સ્થળોએ ત્રાટકયો છે વહેલી સવારથી મોટા પાયે તપાસ કામગીરી કરવામાં આવી રહી છે.
બાગબાન ગ્રુપ સાથે કનેકશન ધરાવતા વેપારીઓ પણ ફફડ્યા
અમદાવાદ ઉપરાંત અમદાવાદ-વડોદરાથી પણ અધિકારીઓના કાફલાને તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાગવાન ગ્રુપ જર્દા ઉત્પાદન ઉપરાંત કન્સ્ટ્રક્શન, પેકેજિંગ તથા એફએમસીજીના વ્યવસાયમાં પણ સામેલ છે. આવકવેરાની આ દરોડા કાર્યવાહીમાં કરોડો રુપિયાની કરચોરી તથા બિનહિસાબી નાણાકીય વ્યવહારો તથા મિલકતોતોનો પર્દાફાશ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાગબાન ગ્રુપ સાથે કનેકશન ધરાવતા વેપારીઓ પણ ફફડ્યા છે. આવનારા દિવસોમાં રાજ્યમાં વધુ દરોડા ઓપરેશન થવાની પણ આશંકા વ્યક્ત થઇ રહી છે.
રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાની વિગતો ITને મળી હોવાની સૂત્રોમાં ચર્ચા
તમાકુનું ઉત્પાદન કરતી બાગબાન ગ્રુપ કંપનીએ રિયલ એસ્ટેટમાં પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો દરોડા દરમિયાન બહાર આવી છે. સૂત્રોના જાણાવ્યા પ્રમાણે, બેનામી મિલકતો વસાવ્યું હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. દરોડા દરમિયાન સો કરોડના બિનહિસાબી નાણાકીય વ્યવહારો પકડાયા છે. એટલું જ નહીં, રોકડ રકમ અને જવેરાત પણ મોટી માત્રામાં પકડાયું છે, જેનું વેલ્યુએશન ચાલી રહ્યું છે.
તાજેતરમાં શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપ પર દરોડા પાડ્યા હતા
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગ દ્વારા વિવિધ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપના ઘર-ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જાણીતા બિલ્ડર શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 જેટલાં અલગ-અલગ સ્થળે કાર્યવાહી હાથ ધરાઈ હતી. એમાં 20 જેટલાં લોકર સીલ કરીને 1 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ હતી. આ સર્ચ-ઓપરેશનમાં ઈન્કમટેક્સ વિભાગના 50 જેટલા ઓફિસર જોડાયેલા હતા.
ઓક્ટોબરમાં બી સફલ ગ્રુપ પર રેડ પડી હતી
આ પહેલાં ગત ઓક્ટોબરમાં અમદાવાદ શહેરના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે 1 કરોડની રોકડ અને 1 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના મળ્યા હતા.બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તેમજ સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડ્યા હતા. પહેલી વખત દરોડાની કાર્યવાહીમાં પોલીસની મદદ વગર 100થી વધુ અધિકારી જોડાયા હતા.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 459 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 459 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 517 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 566 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 790 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 791 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 791 दिन पहले