Gujrat
ભાવનગર અકસ્માતના CCTV:બે ડમ્પરચાલક હાઇવેની વચ્ચોવચ ઊભા રહીને વાતો કરતા હતા, પાછળથી કાર આવીને અથડાઈ અને પરિવાર વિખાઈ ગયો
માતા-પિતા અને પુત્રનાં ઘટનાસ્થળે મોત નીપજયાં હતાંએકનું સારવાર દરમિયાન મોત થયું હતું ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર તા.13/8ના રોજ રાત્રિના સમયે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.




