देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

સેક્સ ચેન્જ કરાવી સ્ત્રી બનેલા નાયબ મામલતદારે કહ્યું- ‘હવે લોકો એલિયન હોઉં એ રીતે ડોકાં કાઢી કાઢીને જુએ છે’

ટ્રાન્સવુમન બીજલ મહેતા. હું બહાર જાઉં ત્યારે ઘણા લોકો જિજ્ઞાસાથી પૂછપરછ કરે છે-બીજલ મહેતાલોકોએ ટ્રાન્સજેન્ડરને માન-સન્માન આપવું જોઈએ- પાયલ રાઠવા 19 નવેમ્બર એટલે કે ઈન્ટરનેશનલ મેન્સ ડે.

Abhishek Raghuvanshi19 नवंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • હું બહાર જાઉં ત્યારે ઘણા લોકો જિજ્ઞાસાથી પૂછપરછ કરે છે-બીજલ મહેતા
  • લોકોએ ટ્રાન્સજેન્ડરને માન-સન્માન આપવું જોઈએ- પાયલ રાઠવા

19 નવેમ્બર એટલે કે ઈન્ટરનેશનલ મેન્સ ડે. સમાજ, કુંટુબ, રાષ્ટ્ર માટે પુરુષ દ્વારા અપાયેલા યોગદાનને આજના દિવસે બિરદાવવામાં આવે છે. ત્યારે આજે એવા પુરુષની વાત કરીશું, જે સેક્સ ચેન્જ કરાવી પુરુષમાંથી સ્ત્રી બન્યો છે. નિલેશ મહેતામાંથી બીજલ મહેતા આજે અનેક ટ્રાન્સવુમન માટે પ્રેરણારૂપ બન્યા છે. પોતાની માફક જેઓ જેન્ડર ડાયસ્ફોરિયા ધરાવે છે, પણ ખૂલીને સામે નથી આવી શકતા તેવા લોકોને તેઓ મેન્ટલી સપોર્ટ પૂરો પાડી રહ્યા છે. તો રાજકોટની ટ્રાન્સવુમન પાયલ રાઠવા ચિત્રકાર, ડાન્સર અને માનવ અધિકાર કાર્યકર્તા તરીકે કામ કરી રહી છે.

હું એલિયન હોઉં એ રીતે લોકો ડોકાં કાઢીને જુએ છે- બીજલ મહેતા
પોરબંદરના રાણાવાવમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ મહેતા સેક્સ ચેન્જ કરાવી બીજલ મહેતા બની ગયા છે. પુરુષમાંથી સ્ત્રી બનેલા બીજલ મહેતાએ કહ્યું હતું કે મારી ઓળખ જાહેર કર્યા બાદ હું જ્યારે બહાર નીકળું છે ત્યારે જાણે હું એલિયન હોઉં એ રીતે લોકો ડોકાં કાઢીને જુએ છે. ઘણા લોકો જિજ્ઞાસાથી મને પૂછે છે કે સેક્સ ચેન્જ કરાવ્યા બાદ કેવી ફીલિંગ આવે છે?

तस्वीरों में खबर6 फोटो

ઘણા લોકો મદદ માટે ફોન કરી રહ્યા છે- બીજલ મહેતા
બીજલ મહેતાએ કહ્યું હતું કે આજે સમાજમાં અનેક રૂઢિચુસ્ત લોકો છે, જેઓ ટ્રાન્સમેન, ટ્રાન્સવુમન કે ટ્રાન્સજેન્ડરને સ્વીકારતા નથી. જોકે બીજલ મહેતા જેવા જ અનેક લોકો છે, જે તેમને આજે ફોન કરી તેમી મદદ માગી રહ્યા છે. બીજલ મહેતાએ કહ્યું હતું કે અનેક લોકો છે, જેઓ અંદરને અંદરથી પીડાઈ રહ્યા છે, પરંતુ ખૂલીને પોતાની વાત કોઈને કહી શકતા નથી. મેં મારી ઓળખ જાહેર કરી હોવાથી આવા લોકો મને ફોન કરી પોતાની આપવીતી જણાવી રહ્યા છે.

સેક્સ ચેન્જ કરવાની સારવારને કારણે શું ફેરફાર થયા?
બીજલ મહેતાએ કહ્યું હતું કે હોર્મોન્સ ઈફેક્ટને કારણે બોડી હેર સોફ્ટ થયા છે, સ્કીન કલરનો ટોન ચેન્જ થયો છે. વાળ, બ્રેસ્ટના ગ્રોથમાં અને સ્વભાવમાં ચેન્જ આવ્યો છે.

બીજલ મહેતાની સમાજને અપીલ
પુરુષમાંથી સ્ત્રી બનેલા બીજલ મહેતાએ કહ્યું હતું કે કેટલાક શરીરથી પુરુષ હોય છે, પરંતુ તેનો આત્મા સ્ત્રીનો હોય છે. ત્યારે આ પ્રકારની વ્યકિતને સ્ત્રી કે પુરષ તરીકે જોવાને બદલે એક સંતાનની દૃષ્ટિ રાખી પરિવારજનો અને લોકોએ વર્તન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે મારી ઓળખ જાહેર કર્યા બાદ અનેક લોકોને મદદ મળી છે.

નિલેશ મહેતા કઈ રીતે બન્યા બીજલ મહેતા?
પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા નાનપણથી જ જેન્ડર ડાયસ્ફોરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા, પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને એ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો, પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિને લીધે લગ્નજીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટાછેડા થયા બાદ તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો, જેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી હતી.

સર્જરીનો ખર્ચ 5થી 10 લાખ આવે છે, શરૂઆત હોર્મોન ટ્રીટમેન્ટથી
સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય કે પુરુષમાંથી સ્ત્રી બનવું હોય તો એની સર્જરીનો ખર્ચ રૂ. 5થી 10 લાખ આવે છે અને આ પ્રકારની સર્જરી દિલ્હીમાં થતી હોવાનું જાણવા મળ્યું છે. જાતિ બદલવા માટે સર્જરી પહેલાં હોર્મોન ટ્રીટમેન્ટ લેવી પડે છે. હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તેનો અવાજ બદલાઈ જાય છે. પુરુષમાંથી સ્ત્રી બનવા માટેની હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ પુરુષના ચહેરાનો દેખાવ બદલાવા લાગે છે તેમજ પુરુષની છાતીનો ભાગ સ્ત્રીની છાતી જેવો બદલાવા લાગે છે.

પુરુષ હતો એનાથી વધુ ટ્રાન્સવુમન બન્યા બાદ ખુશ છું- પાયલ રાઠવા
રાજકોટની ટ્રાન્સજેન્ડર વુમન પાયલ રાઠવાએ જણાવ્યું હતું કે હું એક ચિત્રકાર, ભરત નાટ્ટયમની નૃત્યાંગના અને માનવ અધિકાર આયોગની કાર્યકર્તા છું. મારી 14 વર્ષની ઉંમરમાં મને ખબર પડી ગઈ હતી કે હું એક ટ્રાન્સવુમન છું. પછી મેં મારો પરિવાર છોડ્યો અને રાજકોટની અંદર આવી ઘણી બધી તકલીફો વેઠી છે. તેમ છતાં મેં આ બધી તકલીફોનો સામનો કરતા આજે હું એક સારી ચિત્રકાર અને ડાન્સર છું. ટ્રાન્સજેન્ડર તરીકેની તકલીફોની વાત કરવામાં આવે તો અમારા સમુદાયને શિક્ષણ મળતું નથી અને વ્યવસાયલક્ષી તકલીફો વધારે પડે છે. અમે સારી જગ્યા પર કામ કરી શકતા નથી. મારી એક જ અપીલ છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયની વુમનને સારી જગ્યાએ આવકાર આપો, સારીએવી કંપનીમાં નોકરી આપો. શિક્ષણજગતમાં તેને પ્રોત્સાહન આપો. મેં પુરુષ તરીકે જે સંઘર્ષ ઝીલ્યો એના કરતાં ટ્રાન્સજેન્ડર અંદર મને સહેલાઇ જોવા મળી છે. કોરોનામાં મેં ઘણી બધી તકલીફો વેઠી અને એમાં મેં સેક્સવર્કર મહિલા પણ બની હતી. હું એટલું જ કહીશ કે કોઇપણ વ્યક્તિનું કામ નાનું હોતું નથી, પણ બધી જ વ્યક્તિનું કામ ખૂબ જ અગત્યનું હોય છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 458 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 458 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 516 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 565 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 789 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 790 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 790 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 790 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 795 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 795 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 799 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 799 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 800 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 800 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 801 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 801 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 814 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 817 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 817 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 818 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 818 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 820 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 820 दिन पहले
↑