વેક્સિનની પોઝિટિવિટી:રાજકોટમાં બે ડોઝ લીધા બાદ ડોક્ટર કોરોના સંક્રમિત, કહ્યું- જો આ ડોઝ ન લીધા હોત તો મારા ભુક્કા બોલી જાત, કોઈ જાતનાં મેજર લક્ષણો નથી, દવા વિના સાજો થઈ જઈશ
બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
- બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો, રોજના 100 પેશન્ટ તપાસું છું-ડોક્ટર
રાજકોટની વોકહાર્ડ્સ હોસ્પિટલના ઇમર્જન્સી મેડિસિનના વડા ડો.ચિરાગ માત્રાવાડિયા વેક્સિનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે ડોક્ટરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે જો મેં આ બે ડોઝ લીધા ન હોત તો મારા ભુક્કા બોલી ગયા હોત, મને કોઈ જાતનાં મેજર લક્ષણો નથી. હું દવા વગર જ સાજો થઈ જઈશ. વેક્સિન લીધા બાદ પણ કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેને સામાન્ય લક્ષણો જ જોવા મળે છે, આથી લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ.
બે ડોઝ વેક્સિનના લીધા એટલે સુરક્ષિત રહ્યો
ડો. ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે બે ડોઝ લીધા બાદ મને કોરોના પોઝિટિવ આવ્યો છે પણ લક્ષણો એટલાં સામાન્ય છે કે હું દવા નહિ લઉં તોપણ સાજો થઈ જઈશ. નથી તાવ આવ્યો કે નથી કોઈ મેજર લક્ષણો. માત્ર બોલવામાં થોડું ગળું ઘસાય રહ્યું છે. બે ડોઝ પછી કોરોના આવ્યો છે, પરંતુ વેક્સિન પૂરેપૂરી અસરકારક રહી છે, નહીં તો મારા ભુક્કા બોલી ગયા હોત. હું કોરોનાના રોજના ઢગલા મોઢે પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યો છું.
બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઈ હોત
ડો.ચિરાગ માત્રાવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે મેં મારા ક્લિનિક પર 30 પેશન્ટ જોયા હતા. સવારે ઓપીડીમાં 50 જેટલા પેશન્ટોને જોઈને આવ્યો છું. અમે તો સતત કોવિડ વચ્ચે જ રહીએ છીએ. જો બે ડોઝ ન લીધા હોત તો શરીરને ઘણી નુકસાની પહોંચી ગઇ હોત. વેક્સિનને કારણે એકદમ સુરક્ષિત છું, નહીં તો લોકોને તાવ આવે, અશક્તિ આવે જેવાં અનેક લક્ષણો શરીરમાં લાગુ પડી જતાં હોય છે . સવારથી હું સતત કામ કરી રહ્યો છું. હવે ઘરે આઇસોલેટ થયો છું. લોકોએ વેક્સિન જરૂર લેવી જોઈએ તેવી મારી અપીલ છે. વેક્સિન લીધી હશે તો કોરોના દર્દીને ગંભીર અને મોટું નુકસાન નહીં પહોંચાડે.

બે દિવસ પહેલાં 68 પોલીસકર્મી સંક્રમિત થયા હતા
રાજકોટમાં કોરોનાના અજગર ભરડામાં હવે સુરક્ષાકર્મીઓ પણ સપડાય રહ્યા છે. બે દિવસ પહેલાં રાજકોટ શહેર પોલીસમાં DCP ઝોન 2 તરીકે ફરજ બજાવતા મનોહરસિંહ જાડેજા સહિત કુલ 68 અધિકારી-કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત કલેક્ટરના PA જિતેન્દ્ર કોટક પરિવાર સહિત અને મહેકમના કારકુન બકોતર કોરોનાગ્રસ્ત થતાં કલેક્ટર કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. હાલ તમામને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ તમામ પોલીસકર્મચારીઓએ વેક્સિન લીધી હોવાથી સામાન્ય લક્ષણો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે વેક્સિનથી પોલીસ સુરક્ષિત છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
India Newsयूके से 91 मरीज इंदौर आए ज्यादातर लोगों के कोविड-19 टेस्ट हो चुके रिपोर्ट आना अभी बाकी 2,128 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोविदांना नवीन ताण लागल्याची शंका: पुण्याच्या रूग्णाच्या नॅशनल इन्स्टिट्यूट ऑफ व्हायरोलॉजीने चौकशी सुरू केली, नायडू रुग्णालयात शिफ्ट केले व संपर्क साधण्यास सुरवात केली. 2,131 दिन पहलेTimeNewsGujratGujratવેક્સિન માટે રજિસ્ટ્રેશન:અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે, નામ-સરનામું સહિત તમામ વિગતો ભરવાની રહેશે 2,131 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोरोनावरील नवीन निकालः लंडनहून दोन उड्डाणे केलेल्या प्रवाशांना मुंबईत उतरल्यानंतर क्वारंटाईन सेंटरमध्ये नेण्यात आले, प्रवासी संतापलेले दिसले 2,134 दिन पहलेTimeNewsGujratGujratકોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં માત્ર 1460 એક્ટિવ કેસ ઘટ્યા, જે છેલ્લા 22 દિવસમાં સૌથી ઓછા 2,135 दिन पहले
Health & Fitnessपूर्व मुख्यमंत्री कमलनाथ और कोरोना से संक्रमित हो चुके प्रेम चंद गुड्डू भी बिना मास्क के नजर आए 2,234 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessबंदिशों के बिना पहला रविवार:भोपाल में ऑनलॉक-4; लोग लेकव्यू घूमने पहुंचे, जल्द ही चलेगा क्रूज भी, न्यू मार्केट भी खुला 2,241 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsपटना में सुबह 6 बजे से 10 बजे तक फल, सब्जी और मांस की दुकानें खुलेंगी; 6 सितंबर तक यह आदेश लागू रहेगा 2,256 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessकोरोना संक्रमित मंत्री सिलावट 14 अगस्त को ही अस्पताल से डिस्चार्ज हुए, दो दिन बाद कोरोना को लेकर अधिकारियों के साथ बैठक कर ली 2,262 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessवैश्विक महामारी से निपटने के लिये इंदौर पुलिस को मिल रहा हैं प्रतिपल, सामाजिक संस्थाओं का साथ 2,294 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसांसद शंकर लालवानी ने किया मोदी और शिवराज की तस्वीर वाले मास्क का वितरण, कोरोना से बचाव को प्राथमिकता बताया 2,317 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसंस्था परम पूज्य रक्षक आदिनाथ वेलफेयर एंड एजुकेशनल सोसाइटी व संस्था प्रवेश के सहयोग व महिला स्व सहायता समूह द्वारा निर्मित मास्क का ट्रेन्चिंग ग्राउंड में कोरोनॉ फाइटर्स को किया वितरण 2,321 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessइंदौर की कोरोना से लड़ाई में मिला स्वामी रामदेव का साथ, सांसद शंकर लालवानी के निवेदन पर इंदौर के लिए लाइव योग सत्र 20 जून को 2,321 दिन पहले