કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં 24 કલાકમાં 52નાં મોત, 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદ મળી
ગઈકાલે 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં 24 કલાકમાં 52 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે.
- ગઈકાલે 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો
રાજકોટમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં 24 કલાકમાં 52 દર્દીનાં સારવાર દરમિયાન મોત થયાં છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયાંનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં બેડ ન મળવાની 357 જેટલી ફરિયાદો મળી છે.
શહેરમાં અત્યારસુધીમાં 24,917 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તેમજ કોરાનાનાં મોતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં અત્યારસુધીમાં 24,917 કેસ નોંધાયા છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3989 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શહેરમાં 284 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટના એસટી ડેપોમાં 50થી વધુ મુસાફરો કોરોના સંક્રમિત થતાં 90થી વધુ રૂટ બંધ કરવામાં આવ્યા છે. આંતરરાજ્ય બસસેવા બંધ કરવામાં આવી છે.
દવાથી માંડી બેડની અછત, વધે છે તો માત્ર કેસ અને મૃતાંક
રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતાં; એની અછત છે, એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી. આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.
પહેલો કેસ રાજકોટમાં આવ્યો હતો છતાં તૈયારીઓ ન કરી
રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો. જોકે અન્ય મહાનગરો અમદાવાદ, બરોડા અને સુરતમાં કોરોના વધુ વકર્યો હતો. પ્રથમ લહેરમાં પણ કાબૂ મેળવવામાં પ્રયાસ થયા હતા. જાન્યુઆરીથી કેસની સંખ્યા ઘટતાં માત્ર 30 જ દર્દી દાખલ હતા. આ સમયે કોરોનાની બીજી લહેરની તૈયારી કરવાને બદલે તંત્ર બેફિકર થઈને ચૂંટણીમાં લાગી ગયું હતું. હોસ્પિટલ ડિનોટિફાઈ કરાઈ અને સમરસમાંથી ઓક્સિજન ટેન્ક હટાવી લેવાઈ હતી. બીજી લહેર માટે કોઇ આયોજન જ ન હતું, એટલે જ્યારે કેસ વધ્યા તો આયોજન વગર સિસ્ટમ ભાંગી રહી છે. આજે શું કરીશું એ ભારણ જ એટલું છે કે આગળ શું કરીશું એ કોઇ વિચારતું જ નથી.
તંત્રએ બે દિવસમાં 137 મોત જાહેર કર્યા, 4 સ્મશાનમાં 331ની અંતિમવિધિ થઈ
રાજકોટમાં કોરોનાની સારવાર દરમિયાન થતાં દર્દીઓનાં મોતનો આંક રાજ્યમાં સૌથી વધારે નોંધાયો છે. જોકે આ ફક્ત તંત્રએ જાહેર કર્યા છે. બે દિવસમાં 137નાં મોત થયાનું સરકારી ચોપડે બતાવાયું છે, પણ ભાસ્કરે માત્ર કોવિડ પ્રોટોકોલથી અંતિમવિધિ થાય છે એ ચાર સ્મશાનમાં બે દિવસમાં આંક મેળવતાં 331 મૃતદેહની અંતિમવિધિ કરાઈ હોવાનું સામે આવ્યું છે, એટલે કે તંત્રના જાહેર કરેલા આંકથી ત્રણ ગણા મૃતદેહો સ્મશાન લઇ જવાયા હતા અને તંત્રની વધુ એક પોલ ખૂલી હતી.
અંતિમક્રિયા કરતા કર્મચારીઓ પોઝિટિવ, બેડ પણ માંડ મળ્યાં
રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવતાં હોમ ક્વોરન્ટીન કરાયા છે. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું છે. એક કર્મચારીનું ઓક્સિજન ઘટતાં સંચાલકોએ ભલામણ કરતાં પણ બેડ ન મળતાં સિવિલ હોસ્પિટલ મોકલવા પડ્યા છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
India Newsयूके से 91 मरीज इंदौर आए ज्यादातर लोगों के कोविड-19 टेस्ट हो चुके रिपोर्ट आना अभी बाकी 2,123 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोविदांना नवीन ताण लागल्याची शंका: पुण्याच्या रूग्णाच्या नॅशनल इन्स्टिट्यूट ऑफ व्हायरोलॉजीने चौकशी सुरू केली, नायडू रुग्णालयात शिफ्ट केले व संपर्क साधण्यास सुरवात केली. 2,126 दिन पहलेTimeNewsGujratGujratવેક્સિન માટે રજિસ્ટ્રેશન:અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે, નામ-સરનામું સહિત તમામ વિગતો ભરવાની રહેશે 2,126 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsकोरोनावरील नवीन निकालः लंडनहून दोन उड्डाणे केलेल्या प्रवाशांना मुंबईत उतरल्यानंतर क्वारंटाईन सेंटरमध्ये नेण्यात आले, प्रवासी संतापलेले दिसले 2,129 दिन पहलेTimeNewsGujratGujratકોરોના દેશમાં:છેલ્લા 24 કલાકમાં માત્ર 1460 એક્ટિવ કેસ ઘટ્યા, જે છેલ્લા 22 દિવસમાં સૌથી ઓછા 2,130 दिन पहले
Health & Fitnessपूर्व मुख्यमंत्री कमलनाथ और कोरोना से संक्रमित हो चुके प्रेम चंद गुड्डू भी बिना मास्क के नजर आए 2,229 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessबंदिशों के बिना पहला रविवार:भोपाल में ऑनलॉक-4; लोग लेकव्यू घूमने पहुंचे, जल्द ही चलेगा क्रूज भी, न्यू मार्केट भी खुला 2,236 दिन पहलेTimeNewsIndia NewsIndia Newsपटना में सुबह 6 बजे से 10 बजे तक फल, सब्जी और मांस की दुकानें खुलेंगी; 6 सितंबर तक यह आदेश लागू रहेगा 2,251 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessकोरोना संक्रमित मंत्री सिलावट 14 अगस्त को ही अस्पताल से डिस्चार्ज हुए, दो दिन बाद कोरोना को लेकर अधिकारियों के साथ बैठक कर ली 2,257 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessवैश्विक महामारी से निपटने के लिये इंदौर पुलिस को मिल रहा हैं प्रतिपल, सामाजिक संस्थाओं का साथ 2,289 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसांसद शंकर लालवानी ने किया मोदी और शिवराज की तस्वीर वाले मास्क का वितरण, कोरोना से बचाव को प्राथमिकता बताया 2,312 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessसंस्था परम पूज्य रक्षक आदिनाथ वेलफेयर एंड एजुकेशनल सोसाइटी व संस्था प्रवेश के सहयोग व महिला स्व सहायता समूह द्वारा निर्मित मास्क का ट्रेन्चिंग ग्राउंड में कोरोनॉ फाइटर्स को किया वितरण 2,316 दिन पहलेTimeNewsHealth & FitnessHealth & Fitnessइंदौर की कोरोना से लड़ाई में मिला स्वामी रामदेव का साथ, सांसद शंकर लालवानी के निवेदन पर इंदौर के लिए लाइव योग सत्र 20 जून को 2,316 दिन पहले