देश की बात, आपके शहर से
Indore23°CMostly clear
TimeNewsTODAYअभीRight news, better tomorrow
E-Paper
TimeNewsGujrat
गुजरात 1 बार पढ़ी गई

લેખાં-જોખાં:C.R.પાટીલના સુરત સામે રૂપાણીનું રાજકોટ ક્ટ ટુ સાઇઝ, નવા મંત્રીમંડળમાં સમગ્ર જિલ્લામાંથી એક પણ કેબિનેટ મંત્રી નહીં, એકને માત્ર રાજ્યકક્ષાએ સ્થાન

નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના ફાળે 7 મંત્રી, પરંતુ રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની ઘોષણા કરવામાં આવી.નવી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં ત્રણ મંત્રીઓને કેબિનેટ દરરજો આપવામાં આવ્યો છે જ્યારે એક મંત્રીને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જ્યારે ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.જો કે નવા પ્રધાન મંડળમાં રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું છે.રાજકોટ જિલ્લામાં ગત ટર્મમાં મુખ્યમંત્રી રાજકોટના હતા જ્યારે બે કેબિનેટ મંત્રીઓ હતા જેની સામે એક જ રાજ્યકક્ષાના મંત્રી તરીકે અરવિંદ રૈયાણીને જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના નો રિપીટ થીયરીથી સૌરાષ્ટ્ર ભાજપના જુના જોગીઓને કટ્ટ ટુ સાઇઝ કરીને નવા નેતૃત્વને જવાબદારી સોંપવામાં આવી છે.

Abhishek Raghuvanshi17 सितंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના ફાળે 7 મંત્રી, પરંતુ રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવી ટીમની ઘોષણા કરવામાં આવી.નવી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં ત્રણ મંત્રીઓને કેબિનેટ દરરજો આપવામાં આવ્યો છે જ્યારે એક મંત્રીને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે જ્યારે ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.જો કે નવા પ્રધાન મંડળમાં રાજકોટ જિલ્લાનું રાજકીય કદ વેતરાયું છે.રાજકોટ જિલ્લામાં ગત ટર્મમાં મુખ્યમંત્રી રાજકોટના હતા જ્યારે બે કેબિનેટ મંત્રીઓ હતા જેની સામે એક જ રાજ્યકક્ષાના મંત્રી તરીકે અરવિંદ રૈયાણીને જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપના નો રિપીટ થીયરીથી સૌરાષ્ટ્ર ભાજપના જુના જોગીઓને કટ્ટ ટુ સાઇઝ કરીને નવા નેતૃત્વને જવાબદારી સોંપવામાં આવી છે.

જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ
રાજકોટમાં જાતિગત સમીકરણ સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.નવા મંત્રીમંડળમાં 3 લેઉવા પટેલ,એક કડવા પટેલ,2 ઓબીસી અને 1 ક્ષત્રિય સમાજને પ્રભુત્વ આપવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે,ગત પ્રધાનમંડળમાં લેઉવા પાટીદાર સમાજના બે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને આર,સી,ફળદું હતા જેની સામે રાઘવજી પટેલ અને જીતુ વાધાણીને નવું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.ઓબીસી સમાજમાંથી જવાહર ચાવડા અને વાસણભાઇ આહિર તથા પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળિયા એમ 4 ઓબીસી મંત્રીઓ હતા જેમાંથી સૌરાષ્ટ્રમાં બે જ ઓબીસીમંત્રીઓને મંત્રીપદમાં સ્થાન મળ્યું છે.તો ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ જળવાયું છે.

तस्वीरों में खबर4 फोटो
સિનીયરોની અવગણના ભાજપ માટે બનશે પડકારજનક?

સૌરાષ્ટ્રના જિલ્લા પ્રમાણે જોઇએ મંત્રીમંડળમાં ફેરફાર
ગત મંત્રી મંડળમાં રાજકોટ જિલ્લાના ફાળે એક મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા કેબિનેટ મંત્રી હતા જેની સામે નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણી એકમાત્ર રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ગત મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઘર્મેન્દ્રસિંહ જાડેજા હતા જેની સામે હવે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ નેતૃત્વ કરશે.જુનાગઢ જિલ્લામાંથી ગત મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા હતા જેની સામે કેશોદના ધારાસભ્ય દેવા માલમને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે. ભાવનગર જિલ્લામાંથી પરસોતમ સોલંકી અને વિભાવરીબેન દવે રાજ્યકક્ષાના મંત્રી હતા જેની સામે હવે જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી જ્યારે આર,સી મકવાણાને રાજ્યકક્ષાના મંત્રી બનાવ્યા છે.કચ્છ જિલ્લામાંથી ગત પ્રધાનમંડળમાં વાસણ આહિર રાજ્યકક્ષાના મંત્રી હતા જેની સામે નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાને પ્રતિનિધીત્વ મળ્યું છે જે ગત પ્રધાનમંડળમાં ન હતુ જેમાં કિરીટસિંહ રાણાને કેબિનેટ મંત્રી જ્યારે મોરબીના બ્રિજેશ મેરજાને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

સિનીયરોની અવગણના ભાજપ માટે બનશે પડકારજનક?
ભાજપ દ્રારા જાહેર કરવામાં આવેલા નવા મંત્રીમંડળમાં જયેશ રાદડિયા,કુંવરજી બાવળિયા,જવાહર ચાવડા અને પરસોત્તમ સોલંકીને પડતા મૂકવામાં આવ્યા છે.આ તમામ નેતાઓ એવા છે જેઓ પોતાના મત વિસ્તારમાં સારૂ પ્રભુત્વ ધરાવે છે.કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી બંન્ને કોળી સમાજના આગેવાન છે અને સૌરાષ્ટ્રની અનેક બેઠકોમાં તેઓ અસર પાડી શકે છે.જયેશ રાદડિયા લેઉવા પાટીદાર સમાજના અગ્રણીની સાથે સાથે સહકારી આગેવાન પણ છે.સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને જયેશ રાદડિયા લોકપ્રિય ચહેરો છે એજ રીતે આહિર સમાજ એટલે કે ઓબીસી સમાજના મોટા ચહેરા ગણાતા જવાહર ચાવડાને પણ પડતા મૂકવામાં આવ્યા છે.આવા સક્ષમ નેતાઓને પડતા મૂકીને તેની અવગણના ભાજપ માટે જરૂર પડકાર જનક બનશે.ભાજપ એક શિસ્તબધ્ધ પાર્ટી છે જેથી ખુલ્લી તરીકે કોઇ વિરોધ સામે આવે તેવું ન બને પરંતુ આ સિનીયર નેતાઓએ આ અવગણનાની વર્ષ 2022ની ચૂંટણીમાં અસર થશે તેવી ગર્ભિત ચીમકી આપેલ છે જેથી આ અવગણના ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑