देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 0 बार पढ़ी गई

મંત્રીપદનો વિક્રમ:હર્ષ સંઘવીએ તોડ્યો અમિત શાહનો રેકોર્ડ, 36 વર્ષે જ બન્યા ગુજરાત ભાજપના યંગેસ્ટ ગૃહરાજ્યમંત્રી

અમિત શાહ 2002ની મોદી સરકારમાં 37 વર્ષે ગૃહરાજ્યમંત્રી બન્યા હતા, જે હતો ભાજપનો રેકોર્ડબિનભાજપી સરકારમાં 1994માં નરેશ રાવલ 35 વર્ષે ગૃહરાજ્ય મંત્રી બન્યા હતાં ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નવા પ્રધાનમંડળની રચના કરી છે.

Abhishek Raghuvanshi17 सितंबर 2021 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • અમિત શાહ 2002ની મોદી સરકારમાં 37 વર્ષે ગૃહરાજ્યમંત્રી બન્યા હતા, જે હતો ભાજપનો રેકોર્ડ
  • બિનભાજપી સરકારમાં 1994માં નરેશ રાવલ 35 વર્ષે ગૃહરાજ્ય મંત્રી બન્યા હતાં

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ નવા પ્રધાનમંડળની રચના કરી છે. આજે નવા વરાયેલા પ્રધાનોને ખાતાઓની પણ વહેંચણી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી તરીકે સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીની વરણી કરવામાં આવી છે.હર્ષ સંઘવી વર્તમાન સરકારમાં સૌથી નાની વયના પ્રધાન તો છે જ, સાથે તેમણે ગુજરાત ભાજપના ઈતિહાસમાં પણ સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2002માં અમિત શાહે સૌથી નાની 37 વર્ષની વયે આ પદ મેળવ્યું હતું.જ્યારે હર્ષે ગુજરાત ભાજપનો રેકોર્ડ તોડીને 36 વર્ષની વયે આ પદ હાંસલ કર્યું છે.જો કે બિનભાજપી સરકારમાં ગુજરાતમાં સૌથી નાની 35 વર્ષની ઉંમરે નરેશ રાવલ ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં.

અમિત શાહ અને હર્ષ સંઘવી સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી
અમિત અનિલચંદ્ર શાહનો જન્મ વણિક પરિવામાં 1964માં થયો હતો.તેમના પિતા વેપાર સાથે સંકળાયેલા હતાં. જ્યારે હર્ષ રમેશકુમાર સંઘવીના પિતા પણ વેપાર સાથે સંકળાયેલા છે. આરએસએસ સાથે સંકળાયેલા અમિત શાહ વિદ્યાર્થી કાળથી જ રાજકારણમાં આવી ગયાં હતાં. એબીવીપીમાંથી તેઓ 1987માં ભાજપમાં જોડાયાં હતાં. બાદમાં વોર્ડ સેક્રેટરીની જવાબદારીઓમાંથી આજે ગૃહમંત્રી બન્યાં છે. પરંતુ ગુજરાતના રાજકારણમાં 2002ની ચૂંટણીમાં અમિત શાહ સરખેજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડીને ભારે જંગી બહુમતિથી વિજયી થયા બાદ સૌથી નાની વય એટલે કે,37 વર્ષની વયે ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં. જ્યારે હર્ષ સંઘવી શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યાં હતાં. છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીઓમાં જંગી બહુમતિથી જીતિને આજે સૌથી નાની વયે 36 વર્ષની ઉંમરે ગૃહરાજ્યમંત્રી બન્યાં છે.

तस्वीरों में खबर3 फोटो
અમિત શાહ 2002ના વર્ષમાં ગૃહ રાજ્યમંત્રી બન્યાં હતાં.હર્ષ સંઘવીએ 36 વર્ષની વયે ગૃહરાજ્યમંત્રી પદના શપથ લીધા હતાં.હર્ષ સંઘવીએ નાની ઉંમરે ગૃહરાજ્યમંત્રી બની અમિત શાહનો વિક્રમ તોડ્યો છે.

બન્ને નેતા યુવા ભાજપ સાથે સક્રિય રીતે સંકળાયેલા
અમિત શાહ તેમના સમયમાં યુવા ભાજપને સક્રિય રીતે જોડાયેલા હતાં. જ્યારે હાલ હર્ષ સંઘવી પણ ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય કક્ષાના નેતા છે. હર્ષ અને અમિત શાહ બન્ને ઈવેન્ટ મેનેજમેન્ટમાં માસ્ટર ગણાય છે. બન્ને નેતાઓની સામ્યતા એ છે કે, બન્ને નેતાઓ લોકો અને કાર્યકરો સાથે ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલા છે. તો રાષ્ટ્રીય રાજનીતિમાં મોવડી મંડળના પણ પ્રિય રહ્યાં છે.

ગુજરાતમાં નરેશ રાવલ સૌથી નાની વયના ગૃહમંત્રી હતાં
બિનભાજપી સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીની વાત કરીએ તો સૌથી નાની વયે નરેશ ગંગારામ રાવલ સૌથી નાની વયના 35 વર્ષના ગૃહરાજ્યમંત્રી હતાં. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં નરેશ ગંગારામ રાવલે જણાવ્યુંહતું કે, તેમની જન્મતારીખ 11/11/1959 છે. તેઓ ચીમનભાઈની સરકારમાં વર્ષ 1994માં ગૃહરાજ્યમંત્રી બન્યાં હતાં. જે વખતે તેમની ઉંમર 35 વર્ષ હતીં. જો કે, ગુજરાત ભાજપમાં અમિત શાહ પછી હર્ષ સંઘવી સૌથી નાની વયના ગૃહરાજ્યમંત્રી બન્યાં છે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑