રાજ્યસભામાં મોદી:ગુલામ નબી આઝાદની રાજ્યસભાથી વિદાયથી મોદી ભાવુક થયા, રડ્યા-આંસુ લૂછ્યાં, પાણી પીધું અને ફરી બોલ્યા- તેઓ પરિવારની જેમ ચિંતા કરે છે
રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થતાં નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ગુલામ નબી આઝાદ સાથે તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થતાં નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં ભાવુક થઈ ગયા હતા. તેમણે ગુલામ નબી આઝાદ સાથે તેમની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાનો ઉલ્લેખ કરતાં મોદી ઘણી વાર અટક્યા, રડ્યા, આંસુ લૂછ્યા અને પછી ઘ્રુજતા શબ્દોમાં કહ્યું- આઝાદને તે વખતે એવી ચિંતા હતી, જાણે કોઈ પોતાના પરિવારના સભ્યને હોય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, એક વાર હુ અને ગુલામ નબીજી લોબીમાં વાતચીત કરતા હતા. પત્રકારો એ જોતા હતા. બહાર આવ્યા કે એમણે તુરંત અમને ઘેરી લીધા. ત્યારે ગુલામ નબી આઝાદે કહ્યું, કે અમારી વચ્ચે વાદ-વિવાદ થાય છે. પરંતુ આ પરિવાર છે અને અમે અમારુ સુખ દુખ વહેંચીએ છીએ. ગુલામ નબીજીએ બંગલામાં જે બગીચો બનાવ્યો છે તે કાશ્મીર ઘાટીને યાદ કરાવી દે તેવો છે.
તેઓ આ બગીચાને ઘણો સમય આપે છે અને નવી નવી વસ્તુઓ તેમાં ઉમેરતા રહે છે. તેમણે તેમના સરકારી ક્વાર્ટરને પણ એટલું પ્રેમથી સજાવ્યું છે. અમે બંને ઘણાં એકબીજાની નજીક રહ્યા છે, કદાચ જ એવી કોઈ ઘટના બની હશે જ્યારે અમારી વચ્ચે વાતચીત ના થઈ હોય.
મોદીએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જેમાં ગુજરાતના અમુક લોકોના મોત થયા હતા. મોદીએ કહ્યું, તે આતંકી હુમલા પછી સૌથી પહેલાં મને ગુલામ નબીજીનો ફોન આવ્યો હતો. તે માત્ર સૂચનાઓ આપવા માટેનો નહતો. ફોન પર તેમના આંસુ રોકાતા નહતા. તે સમયે પ્રણવ મુખરજી ડિફેન્સ મિનિસ્ટર હતા, મેં તેમને ફોન કર્યો કે, મૃતદેહો લાવવામાટે ફોર્સનું વિમાન મળી જાય તો સારુ. તેમણે કહ્યું હતું- હું વ્યવસ્થા કરી આપીશે. રાત્રે ફરી ગુલામ નબીજીનો ફોન આવ્યો. તે રાત્રે તેઓ ફોનમાં ઘરના સભ્યની જેમ ચિંતા કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે સાથે દેશનો પણ વિચાર કરે છે. તેમની જગ્યા ભરવી કોઈપણ પણ મુશ્કેલ છે.
ગઈકાલે, વડાપ્રધાનનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો
વડાપ્રધાન મોદી સોમવારે રાજ્યસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમનો અંદાજ અલગ જ હતો. તેમણે કેટલાક નવા શબ્દોનો ઉલ્લેખ કર્યો. જેમ કે આંદોલનજીવી, ફોરેન ડિસ્ટ્રક્ટિવ આઇડિયોલોજી અને જી -23. તે પણ જણાવ્યુ હતું કે જો આજે રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્ત હોત તો કવિતાઓ કેવી લખશે. ખેડુતોના મુદ્દા પર વિપક્ષને ઘેરી લેતા, મોદીએ ચાર પૂર્વ વડાપ્રધાનોનો ઉલ્લેખ કર્યો હતો.
PMએ કહ્યું કે, ‘આપણે લોકો કેટલાક શબ્દોથી પરિચિત છીએ – શ્રમજીવી, બુદ્ધિજીવી. હું જોઇ રહ્યો છું કે થોડા સમયથી આ દેશમાં એક નવો સમુદાય ઉત્પન્ન થયો છે. એક નવો સમુદાય સામે આવ્યો છે- આંદોલનજીવી. તમે જોશો કે આંદોલન ભલે વકીલોનું હોય, વિધ્યાર્થીઓનું હોય, મજૂરોની હોય, દરેક આંદોલનમાં આ સમુદાય જોવા મળશે. તેઓ આંદોલન વિના જીવી શકતા નથી. આપણે તેમને ઓળખવા પડશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરી છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબીનાં ખૂબ વખાણ કર્યાં હતાં.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले