કિસાન આંદોલનનો 76મો દિવસ:લાલકિલ્લા પર ઝંડો લગાવવાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ, કેલિફોર્નિયાથી સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરાવતો હતો
દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ પર એક લાખનું ઈનામ રાખ્યું હતુંકુરુક્ષેત્રમાં આજે મહાપંચાયત, પરંતુ તે પહેલાં જ વિવાદ થઈ ગયો દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલકિલ્લા પર હિંસા ભડકાવવાના આરોપી દીપ સિદ્ધુની પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે.
- દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ પર એક લાખનું ઈનામ રાખ્યું હતું
- કુરુક્ષેત્રમાં આજે મહાપંચાયત, પરંતુ તે પહેલાં જ વિવાદ થઈ ગયો
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન લાલકિલ્લા પર હિંસા ભડકાવવાના આરોપી દીપ સિદ્ધુની પોલીસે મંગળવારે ધરપકડ કરી લીધી છે. પંજાબી સિંગર દીપ સિદ્ધુ પર લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાવવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ છે. તેના પર દિલ્હી પોલીસે એક લાખનું ઈનામ રાખ્યું હતું.
દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપ સિદ્ધુ અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતી એક મિત્રના સંપર્કમાં હતો. તે એક્ટ્રેસ પણ છે. દીપ આ મિત્રને વીડિયો મોકલતો હતો અને તે એને દીપ સિદ્ધુના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરતી હતી.
કુરુક્ષેત્રમાં આજે મહાપંચાયત, પરંતુ વિવાદ પહેલાં થયો
કુરુક્ષેત્રની અનાજ મંડીમાં થનારી મહાપંચાયત પહેલાં જ એક વિવાદ ઊભો થઈ ગયો છે. અહીં ખેડૂતનેતા ગુરનામ સિંહ ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, જ્યારે કુરુક્ષેત્ર ચઢૂનીનો વિસ્તાર છે. ચઢૂનીએ કહ્યું છે કે તેમને મહાપંચાયતની માહિતી આપવામાં આવી નથી અને તેથી તેમણે બીજી જગ્યાના કાર્યક્રમ નક્કી કરી દીધા હતા. આ કારણે હવે તેઓ મહાપંચાયતમાં નહીં જઈ શકે. જોકે મહાપંચાયતના જસતેજ સંધીએ કહ્યું હતું કે ચઢૂનીને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે સમય કાઢીને મહાપંચાયત આવવાની વાત કરી હતી.
કાલે લોકસભામાં ખેડૂતોના મુદ્દા પર બોલી શકે છે મોદી
સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી બુધવારે લોકસભામાં પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પેશ કરી શકે છે. આ દરમિયાન એક વખત ફરી ખેડૂતોના આંદોલન અને કૃષિ કાયદાઓ પર બોલી શકે છે. મોદીએ સોમવારે રાજ્યસભામાં ખેડૂત આંદોલન પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ખેડૂતોએ વાતચીત માટે આગળ આવવું જોઈએ.
મોદીએ કહ્યું હતું કે ખેડૂત આંદોલન પર ખૂબ ખર્ચો થયો. મુખ્ય વાત પર ચર્ચા થઈ હોત તો સારું થાત. કૃષિમંત્રીએ સારી રીતે સવાલ પૂછ્યા, પરંતુ એના જવાબ નહિ મળે. જરા ગ્રીન રિવોલ્યુશનની વાત વિચારો. સખત નિર્ણય લેવા માટે લાલબહાદુર શાસ્ત્રીએ પણ વિચારવું પડ્યું હતું. ત્યારે પણ કોઈ કૃષિમંત્રી બનવા માગતું ન હતું, કારણ કે તેમને લાગે છે કે ક્યાંક કડક નિર્ણય લેવાને પગલે રાજકારણ સમાપ્ત ન થઈ જાય. આજે જે ભાષા મારા માટે બોલવામાં આવી રહી છે ત્યારે એ તેમના માટે બોલવામાં આવતી હતી કે અમેરિકાના ઈશારે ચાલી રહ્યા છે.
મોદીની અપીલથી ખેડૂતો ફરી વાતચીત કરવા તૈયાર
રાજ્યસભામાં મોદીની સ્પીચના અમુક કલાકો પછી સંયુક્ત કિસાન મોરચાના સભ્ય શિવ કુમાર કક્કાએ કહ્યું હતું કે તેઓ આગામી વાતચીત માટે તૈયાર છે. સરકાર તેમને મીટિંગનો દિવસ અને સમય જણાવી દે. જોકે કક્કાએ કહ્યું હતું કે લોકતંત્રમાં આંદોલનની મહત્ત્વની ભૂમિકા હોય છે. લોકોને સરકારની ખોટી નીતિનો વિરોધ કરવાનો અધિકાર છે.
મોદીના નિવેદન વિશે ટિકૈતે કહ્યું હતું કે વડાપ્રધાને એવું કહ્યું છે કે MSP હતા, છે અને રહેશે, પરંતુ એવું ના બોલ્યા કે MSP પર કાયદો બનાવવામાં આવશે. દેશ વિશ્વાસથી ના ચાલે. એ બંધારણ અને કાયદાથી ચાલે છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले