ગૌધન કેમ ઘટ્યું?:ગુજરાતમાં ગાયોની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો, 7 વર્ષમાં 3.50 લાખ ગાયો ઘટી, સામે ભેંસની સંખ્યા 1.50 લાખ વધી
આ તસવીર પ્રતીકાત્મક છે. પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા ગાય કરતાં ભેંસ રાખવા પર ભાર આપી રહ્યા છે!હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં સો ટકા ગાયોની સંખ્યા વધી છે: ડો.
- પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા ગાય કરતાં ભેંસ રાખવા પર ભાર આપી રહ્યા છે!
- હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં સો ટકા ગાયોની સંખ્યા વધી છે: ડો. વલ્લભ કથીરિયા
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ દેશમાં શરૂ થઇ છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ગાયોની સંખ્યા ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર 2019માં કરવામાં આવેલી ગાય તથા ભેંસોની વસતિ ગણતરીમાં આ બાબત સામે આવી રહી છે. એ મુજબ ગુજરાતમાં ગાયોની સંખ્યા સાત વર્ષમાં ઘટી છે, જ્યારે ભેંસોની સંખ્યા આ સમય દરમિયાન વધી છે. શક્યતા છે કે પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય કરતાં ભેંસ રાખવાનું વધારે પસંદ કરી રહ્યા હોય.
સાત વર્ષમાં 3.50 લાખ ગાય ઘટી
ભારત સરકારના પશુઓની વસતિ ગણતરીના પ્રાપ્ત આંકડા પ્રમાણે, ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ 2012માં 99,83,953 સુધી પહોંચી ગઈ હતી, પરંતુ 2019માં આ સંખ્યા ઘટીને 96,33,637 થઈ ગઈ છે, એટલે કે ગાયોની સંખ્યામાં સાત વર્ષના સમયગાળામાં 3.50 લાખનો ઘટાડો થયો છે.
રાજ્યમાં ભેંસોની સંખ્યા 1 કરોડથી વધુ
બીજી તરફ, ભારત સરકારની ગણતરી મુજબ આ સમયગાળામાં ભેંસોની સંખ્યામાં 1.52 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2012માં 10,385,574 હતી, જે વર્ષ 2019માં વધીને 10,543,250 થઈ ગઈ, જે દર્શાવે છે કે રાજ્યમાં પશુપાલકો દ્વારા દૂધનું વધારે ઉત્પાદન મળી શકે.
ગુજરાતમાં સો ટકા ગાયોની સંખ્યા વધી છે: વલ્લભ કથીરિયા
આ અંગે Divya Bhaskar દ્વારા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાને પૂછતાં તેમણે કહ્યું હતું કે મારે આ ડેટાને ફરીથી રિવ્યૂ કરવો પડશે. હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાં સો ટકા ગાયોની સંખ્યા વધી છે. બની શકે કેટલીક ગૌશાળાઓની ગાયો આ ગણતરીમાં બાકી રહી ગઈ હોય.

દેશમાં ગૌધનની સંખ્યા 19.24 કરોડ
સમગ્ર દેશમાં ગાયની વસતિના આંકડા પ્રમાણે, 2012માં ગાયોની વસતિ 19.09 કરોડ ગૌધન હતું, જે 2019માં વધીને 19.24 કરોડ થયું છે. ગાયના પોપ્યુલેશન મામલે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર ટોપ ફાઈવ રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ, આસામ, છત્તીસગઢ અને ઓડિશામાં પણ ગાયોની વસતિ વધી છે. બીજી તરફ, દેશમાં ભેંસની વસતિ 2012માં 10.87 કરોડ હતી, જે 2019માં વધીને 10.98 કરોડ થઇ છે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले