આજે લંડન, કેન્યા અને સિંગાપોર સહિત 9 દેશમાંથી અમદાવાદ આવનારી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે
એરપોર્ટ પર તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશેલંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RT-PCR ટેસ્ટ બાદ જવા દેવાશે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવી દહેશત વ્યાપી ગઇ છે.
- એરપોર્ટ પર તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે
- લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RT-PCR ટેસ્ટ બાદ જવા દેવાશે
નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઇ રહેલા સતત વધારાને પગલે કોરોના વાઇરસ ફરી માથું ઊચકે એવી દહેશત વ્યાપી ગઇ છે. વિદેશથી આવનારા મુસાફરો પર વોચ વધારવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આજે વિદેશમાંથી 14 ફ્લાઇટમાં 2 હજારથી વધુ મુસાફરો આવશે. અમદાવાદ એરપોર્ટમાં આગામી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે એમાં ‘હાઇ રિસ્ક કન્ટ્રી’ લંડન-સિંગાપોરનો પણ સમાવેશ થાય છે.
વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદું થઇ ગયું
ગત શુક્રવારે આ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આજે રાત્રે 9.50 વાગ્યે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદ આવશે. આ ફ્લાઇટમાં પણ 200 જેટલા મુસાફરો હોવાનો અંદાજ છે. બ્રિટન-સિંગાપોર હાઇ રિસ્ક કન્ટ્રીમાં સામેલ છે. જેના પગલે આ ફ્લાઇટના તમામ મુસાફરોનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. RTPCR ટેસ્ટના રીઝલ્ટ બાદ જ આ મુસાફરોને જવા દેવામાં આવશે. લંડન, સિંગાપોર સિવાયના મુસાફરોને રેન્ડમલી RTPCR ટેસ્ટ બાદ જવા દેવાશે. આજે એક જ દિવસમાં 2 હજાર જેટલા વિદેશથી આવનારા મુસાફરોના આગમનને પગલે તંત્ર સાબદું થઇ ગયું છે.
એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે
અમદાવાદ એરપોર્ટ પર બે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. એક રેપીડ RTPCR જેમાં માત્ર 1 જ કલાકમાં રિપોર્ટ આવી જાય છે.જ્યારે અન્ય એક નોર્મલ RTPCR ટેસ્ટ જેનો રિપોર્ટ 8થી 10 કલાકે આવે છે. જો રેપિડ RTPCR કરવો તો તેનો ચાર્જ 2700 વસુલવામાં આવે છે, જ્યારે નોર્મલ RTPCRનો ચાર્જ 400 વસુલવામાં આવે છે. કોઈ મુસાફર કોવિડ ટેસ્ટ કરવી ઝડપથી જ બહાર નીકળવા ઈચ્છતો હોય છે જેથી તેને 2700 રૂપિયા ચૂકવવા પડે છે. જો પાંચ સભ્યોના પરિવાર સાથે કોઈ મુસાફર આવતો હોય તો તેને ટેસ્ટ માટેના જ 13 હજાર 500 જેટલો ચાર્જ ચૂકવવો પડે છે. આટલી મોટી રકમના ચૂકવવી હોય તો તેને 8 થી 10 કલાક ટર્મિનલ પર ફરજીયાત બેસી રહેવું પડે એટલે મજબૂરીના માર્યા પણ ખિસ્સા પર બોઝ નાખવો પડે છે.
એરપોર્ટ પર અલગ અલગ ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે
એરપોર્ટ પર અલગ અલગ ત્રણ પ્રકારે કામગીરી ચાલે છે. જેમાં સ્ક્રીનીંગ ડોક્યુમેન્ટેશનની કામગીરી જિલ્લા આરોગ્ય કર્મચારીને સોંપાઇ છે. જ્યારે કોઈ પોઝિટિવ આવે તો તેને શિફ્ટ કરવાની કામગીરી AMC ને સોંપવામાં આવી છે. તો એ સિવાયની કામગીરી અમદાવાદ એરપોર્ટ દ્વારા કરવામાં આવે છે. એરપોર્ટ મીડિયમ રિસ્ક વાળા દેશમાંથી આવતા મુસાફરોના 2 ટકાના ધોરણે રેન્ડમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે, 100 મુસાફરોમાંથી કોઈપણ બે મુસાફરને પસંદ કરી તેના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવે છે. હવે કયા મુસાફરના ટેસ્ટ કરવા તે એરપોર્ટ ઓથોરિટીના લોકો પસંદ કરે છે. ત્યારે સવાલ એ છે કે રેન્ડમ સિલેક્ટ કરવામાં જો કોઈ પોઝિટિવ કે માઈલ્ડ સીમટમ્સ વાળા દર્દી શહેરમાં પ્રવેશી જાય તો જવાબદારી કોની?
વિદેશથી આજે આટલી ફ્લાઇટ અમદાવાદ આવશે
| દેશ | સમય | મુસાફરો |
| દોહા | રાત્રે 2.05 | 186 |
| અબુધાબી | રાત્રે 2.35 | 175 |
| કુવૈત | રાત્રે 2.50 | 110 |
| દુબઇ | રાત્રે 2.55 | 173 |
| લંડન | રાત્રે 3.10 | 200 |
| દુબઇ | રાત્રે 3.45 | 160 |
| શારજાહ | સવારે 4.35 | 200 |
| કુવૈત | સવારે 7.55 | 150 |
| દુબઇ | સવારે 8.05 | 135 |
| કુવૈત | સાંજે 6.05 | 140 |
| શારજાહ | સાંજે 7.20 | 170 |
| સિંગાપોર | રાત્રે 9.50 | 200 |
| નૈરોબી | રાત્રે 10.30 | 135 |
| મસ્કત | રાત્રે 11.35 | 155 |

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 460 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 460 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 518 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 567 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 791 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 792 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 792 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 792 दिन पहले

