સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે, હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે, COVID 19 દર્દીઓના ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતાં પોસ્ટર લગાવવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ સક્ષમ અધિકારી તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી કોઈ પણ રાજ્યની સરકાર દ્વારા આ પ્રમાણે કોરોના દર્દીના ઘરની બહાર પોસ્ટર લગાવી શકશે નહીં.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડ લાઈન મુજબ સ્ટીકર લગાવવાની જોગવાઈ અગાઉ પણ નહતી, અત્યારે પણ નથી.
અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…
