
વિશ્વના સૌથી મોટા મોદી સ્ટેડિયમમાં આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવા જઈ રહી છે. સ્ટેડિયમના નવનિર્માણ બાદ આ પ્રથમ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. જેમાં વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અમદાવાદ પહોંચ્યા છે. તેમની સાથે હરભજનસિંઘ પણ જોવા મળ્યા હતા. અરપોર્ટ પર તેંડુલકર અને હરભજનસિંઘ સાથે સેલ્ફી લેવા ચાહકો દોડ્યા હતા. વર્લ્ડ કપની મેચમાં સચિન તેંડુલકર કોમેન્ટ્રી કરી દર્શકોના દિલ જીતશે.
સચિન તેંડુલકર બ્રાન્ડ એમ્બેસેડર
નવનિર્માણ પામ્યા બાદ આજે મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર વર્લ્ડ કપની મેચ રમાવા જઈ રહી છે. અમદાવાદના આંગણે કુલ પાંચ મેચ રમાનાર છે, જેમાં ફાઈનલનો પણ સમાવેશ કરાયો છે. તેમાં પણ સૌથી મહત્ત્વની અને લોકોમાં ઉત્સુકતા જગાવતી મેચ હોય તો તે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે. આજે પ્રથમ મેચને લઈ વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર અને હરભજનસિંઘ અમદાવાદ આવી પહોંચ્યા છે. તેમનું આગમન થતાં જ ચાહકોમાં ખુશી જોવા મળી હતી અને તેમની સાથે સેલ્ફી પડાવી હતી.
આજે ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવા જઈ રહી છે. ત્યારે ભારતના દિગ્ગજ ખેલાડીઓ સાથે વિદેશના પણ ખેલાડીઓ કોમેન્ટ્રી કરશે.

તેંડુલકર ટ્રોફી સાથે આજે અમદાવાદમાં પહોંચ્યા
ઉલ્લખનીય છે કે, સચિન તેંડુલકરને ODI વર્લ્ડ કપના ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે તેમને આ સન્માન આપ્યું હતું. તેંડુલકર ટ્રોફી સાથે આજે અમદાવાદમાં પહોંચ્યા છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચની બે વાગ્યે શરૂઆત થશે. બંને ટીમ 2019 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ છે.

સચિન વર્લ્ડ કપની શરૂઆતની જાહેરાત કરશે
સચિન તેંડુલકર આજની ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શરૂઆતની મેચ પહેલાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે મેદાનમાં ઊતરશે અને ટુર્નામેન્ટને ઓપન જાહેર કરશે. તેંડુલકરે એક પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે, ‘1987માં બોલ બોય બનવાથી લઈને છ ટુર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા સુધી, વર્લ્ડ કપ હંમેશાં મારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે.

યુવા ખેલાડીઓને પ્રેરણા મળશે
સચિન તેંડુલકરનું કહેવું છે કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને ઘણી પ્રેરણા પૂરી પાડશે. ઘણી બધી ચુનંદા ટીમો અને ખેલાડીઓ અહીં ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં સખત સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હું આ શાનદાર ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. વર્લ્ડ કપ જેવી મોટી સ્પર્ધા યુવા ખેલાડીઓને પ્રેરણા આપે છે. હું આશા રાખું છું કે, આ વખતે આ ટુર્નામેન્ટ યુવા પ્લેયર્સ રમતગમતમાં જોડાવા અને ટોચના સ્તરે તેમના દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરિત કરશે.

2011નો વર્લ્ડ કપ જીતવો એ સૌથી ગર્વની ક્ષણ હતી
ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર બનાવ્યા બાદ સચિને કહ્યું હતું કે, મારા દિલમાં વર્લ્ડ કપનું ખાસ સ્થાન છે. 1987માં બોલ બોય બનવાથી શરૂ કરીને છ વખત દેશનું પ્રતિનિધિત્વ કરવું અને 2011નો વર્લ્ડ કપ જીતવો એ મારા માટે સૌથી ગર્વની ક્ષણ હતી. ભારતમાં યોજાઈ રહેલા વર્લ્ડ કપમાં ઘણી ટીમો અને ખેલાડીઓ જોરદાર લડત આપવા જઈ રહ્યા છે. હું આ ટુર્નામેન્ટને લઈને ઉત્સાહિત છું. મને આશા છે કે આ પ્રવૃત્તિ બાળકોને રમતગમતમાં આવવા અને દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રેરણા આપશે.

વિવ રિચર્ડ્સ, ડી વિલિયર્સ અને મુથૈયા મુરલીધરન પણ બ્રાન્ડ-એમ્બેસેડર
ICCએ વિવિયન રિચર્ડ્સ, એબી ડી વિલિયર્સ, ઓવેન મોર્ગન, એરોન ફિન્ચ, મુથૈયા મુરલીધરન, રોસ ટેલર, સુરેશ રૈના, મિતાલી રાજ અને મોહમ્મદ હાફિઝને બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.


