ફેક્ટરીમા વિકારાળ આગ:મહેમદાવાદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં વહેલી પરોઢીયે આગ, નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદ ફાયર ટીમની મદદ લેવાઈ
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી.
ખેડા જિલ્લાના મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ એક પ્લાયવુડ ફેક્ટરીમા આગ લાગવાની ઘટનાથી અહીંયા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ગુરુવારે વહેલી પરોઢીયે આગ લાગતા નડિયાદ, આણંદ, વિધાનગર, મહેમદાવાદ અને અમદાવાદ ફાયર ટીમની મદદ લેવામા આવી હતી. આ ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. જ્યારે જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી છે.
6 વોટબ્રાઉઝર દ્વારા પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવાયો
મહેમદાવાદ તાલુકાના વરસોલા સિહુજ રોડ પર આવેલ વમાલી ગામની સીમમાં સ્વસ્તિક પ્લાયવુડ નામની ફેકટરીમાં ગુરુવારની વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીના વોચમેન તથા માલિકે તુરંત આગ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા નડિયાદ અને મહેમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી નડિયાદના બે વોટરબ્રાઉઝર અને મહેમદાવાદનુ એક વોટરબ્રાઉઝર અહીયા પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ સ્થિતિ ભયાનક બનતાં અને આગ કાબુમાં ન આવતાં આણંદ, વિદ્યાનગર, અમદાવાદના 1-1 વોટરબ્રાઉઝર મંગાવવામાં આવ્યા હતા. આ લાખો લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો.
પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ
આ તમામ ફાયર વિભાગોની ટીમે આગ બુઝાવવા માટે કામગીરી કરતાં અંતે આગ કાબુમાં આવી હતી. આ ભીષણ આગમાં પ્લાયવુડની સીટો અને રોમટીરીયલ બળીને ખાખ થઇ ગયો હતો. જે સી બી મશીનથી બળેલ રાખને બહાર કાઢવામાં આવી હતી. આ પ્લાયવુડની ફેકટરીમાં આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયુ નથી.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले









