મ્યુનિ.એ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરી:એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી 20 મીટરનો રોડ 60 મીટરનો કરાશે, 300 મિલકત કપાતમાં જશે
ઈન્દિરા બ્રિજથી આગળ ગાંધીનગર સુધીનો રોડ પણ 90 મીટરનો કરવામાં આવશે 300થી વધુ વાંધા અરજી ફગાવી દેવાઈ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના 20 મીટરના રોડને પહોળો કરીને 60 મીટર સુધી કરવાની દરખાસ્ત મ્યુનિ.એ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી છે.
- ઈન્દિરા બ્રિજથી આગળ ગાંધીનગર સુધીનો રોડ પણ 90 મીટરનો કરવામાં આવશે
- 300થી વધુ વાંધા અરજી ફગાવી દેવાઈ
એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના 20 મીટરના રોડને પહોળો કરીને 60 મીટર સુધી કરવાની દરખાસ્ત મ્યુનિ.એ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી છે. જેને લીધે 300 વધુ મિલકતો કપાતમાં જશે. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી 60 મીટરના રોડ બાદ ઈન્દિરા બ્રિજથી આગળ ગાંધીનગર સુધીનો રોડ 90 મીટરનો કરશે. ગાંધીનગર તરફના ટ્રાફિકને ધ્યાને લઇ સ્થાનિક વિસ્તારની 300થી વધારે ફરિયાદોને ફગાવી દઈ રિ-ડીપીને મંજૂર કરી આ રોડ બનાવવાની દરખાસ્ત રજૂ થઇ છે.
ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ અત્યારે 20 મીટરનો છે તેને 60 મીટરનો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરાઈ છે. જે માટે આવેલી વિવિધ વાંધા અરજીઓ ફગાવી દેવાઈ છે. વાંધા અરજીઓમાં થયેલી રજૂઆત પ્રમાણે રોડ લાઈનની કપાતને કારણે બાળકોના શિક્ષણ પર પડશે.તથા ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઊભો થશે. 70 કંુટુંબ રોજગારી ગુમાવશે. રિવરફ્રન્ટ ફેઝ-2 તૈયાર થયા બાદ આ રોડ પર અવરજવર ઘટી જશે. આ મામલે સેશન્સ કોર્ટમાં દીવાની દાવો પણ કરાયો છે.
જોકે મ્યુનિ. અધિકારીઓએ તમામ વાંધામાં એક સરખો જવાબ આપ્યો હતોકે, આ રોડ પાટનગર ગાંધીનગર સાથે જોડાયેલો છે. જેને કારણે તે મહત્ત્વનો હોવાની સાથે સાથે લોકોની અવરજવર અને ટ્રાફિક માટે ખૂબ મહત્ત્વનો રોડ છે. ત્યારે રિ-ડી.પી. પ્રમાણે આ રોડને પહોળો કરવો આવશ્યક છે. સ્થાનિક રહીશોએ કરેલી રજૂઆતો ધ્યાને લઇ મ્યુનિ.એ એરપોર્ટ સર્કલથી તલાવડી સર્કલ સુધીના ભાગમાં રોડલાઇન કપાતમાં અંશત: ફેરફાર સૂચવાયા હતા.
મકાનો-દુકાનો ઓછા કપાતમાં જાય એ રીતે ફેરફાર કરીને નવી રોડલાઈન અમલમાં મુકવામાં આવી છે
વાંધાસૂચનને ધ્યાનમાં રાખીને જ્યાં પણ નાગરિકોનાં મકાનો અને દુકાનોને અસર થાય છે એ અસર ઓછી થાય, એને ધ્યાનમાં રાખીને અંશત: એલાઈમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકોનાં મકાનો અને દુકાનો ઓછી કપાતમાં જાય એ રીતે એલાઈમેન્ટમાં ફેરફાર કરીને નવી રોડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દરખાસ્ત મંજૂર કરશે તો આગામી દિવસોમાં જ્યાં પણ કપાત હશે તે લોકોને નોટિસ પાઠવીને સમય અપાશે એ પછી રોડ પહોળો કરવાની કામગીરી કરાશે.

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले