
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ગુજરાત હાઈકોર્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. એડવોકેટના રૂમમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું સામે આવ્યું હતું. હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે. જોકે આ ઘટનામાં જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
ફાયરબ્રિગેડની 3 ગાડી દોડી આવી
ગુજરાત હાઇકોર્ટના ગેટ નંબર 5ની અંદર એડવોકેટના રૂમમાં ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આથી ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ત્રણ ગાડી ટીમ સાથે પહોંચી હતી. આગથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જોકે, ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે ધૂમાડો વધુ ફેલાયો
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ નંબર 5 પાસે આવેલા ડિસ્પેચ વિભાગના એસીમાં આગ લાગી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી આગના કારણે ધૂમાડો વધુ ફેલાયો હતો.
