
આજે ‘ઈન્ટરનેશનલ ડોગ ડે’ છેે. ત્યારે શહેરમાં ચાલી રહેલ વિવિધ પેટ્સ ઈવેન્ટ અને ફન એક્ટિવિટીસ તેમજ ટ્રેન્ડ વિશે માહિતી પ્રાપ્ત કરાઈ હતી. ત્યારે આ પેટ ટ્રેન્ડ અને પેરેન્ટિંગ વિશે વાત કરતા સ્નેહ પેટ ક્લિનિકનાં ડૉ. હિરેન ઠક્કરે જણાવ્યું હતું કે, ‘હવે પેટ્સ માટે પણ ગ્રૂમિંગ સેશન, હેલ્થ ચેકઅપ અને ટ્રિટમેન્ટ ચેકઅપની અવેરનેસ લોકોમાં વધી છે. હવે પેટ્સ માટે પણ હેલ્થ ટ્રીટમેન્ટને લઈને ઘણી નવી ટેક્નોલોજી આવી છે. અમદાવાદમાં હવે ડોગ્સ માટે સ્પેશિયલ સ્પા ફેસિલિટી શરૂ થઈ છે. પેટ્સ માટે ડોગ સ્પા, હેર કટ ટ્રીટમેન્ટ, હેર હાઈલાઈટ્સ વગેરે જેવી ગ્રૂમિંગ ફેસિલિટી પણ અવેઈલેબલ છે અને સિટીના પેટ પેરેન્ટ્સ પણ પોતાના પેટને લઈને ઈનોવેટિવ થવા લાગ્યા છે.
ઈન્ટરનેશનલ ડોગ ડે ને લઈને પેટ ક્લિનીક સાથે વાત કરવામાં આવી હતી
અમદાવાદમાં પણ પેટ્સ માટે પણ એંડોસ્કોપી મશીન લાવવામાં આવ્યું છે. જેમાં સર્જીકલ ટ્રીટમેન્ટ કર્યા વગર તેમની તાત્કાલિક ટ્રીટમેન્ટ કરાઈ શકાય છે.
કેબિનેટ ડ્રાયર: આ બોક્સ સ્પેશિયલી પેટ્સના હેર ડ્રાય કરવા માટે યુઝ થાય છે. આ બોક્સમાં ત્રણ બાજુથી પ્રેશર આપવામાં આવે છે અને ટેમ્પરેચર પણ લૉ હોય છે.
પેટ્સ માટે ટેમ્પરરી અને પરમનેન્ટ હાઈલાઈટ્સનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમ કે, તેમાં ચૉક કલર્સ હાઈલાઈટ્સ હોય છે, જે પાર્ટી માટે કરાવી શકાય છે અને તેને એક વોશમાં ક્લિન કરી શકાય છે. આ સાથે 35-40 દિવસ રહે તેવા મલ્ટીપલ હેર કલર્સની કિંમત 1000 રૂપિયાથી શરૂ થાય છે.

