देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 12 बार पढ़ी गई

ટ્રાફિક પોલીસ ગરમીમાં પણ રહેશે COOL:એસી ગાડીઓનું એસી હેલ્મેટ કાપશે ચલાણ, ટ્રાફિક જવાનોને મળ્યું શીતળ સુરક્ષા કવચ, મગજ રહેશે શાંત તો કામ પણ થશે ફાસ્ટ

ટાઢ હોય કે તડકો, વરસાદ હોય કે વાવાઝોડું દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી ડ્યુટી પર તૈનાત પોલીસ જવાનોને તમે જોયા હશે.

Abhishek Raghuvanshi18 अगस्त 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

ટાઢ હોય કે તડકો, વરસાદ હોય કે વાવાઝોડું દરેક પરિસ્થિતિમાં પોતાની ફરજ નિભાવી ડ્યુટી પર તૈનાત પોલીસ જવાનોને તમે જોયા હશે. જનતા ભલે ઘરે હોય કે તહેવારો મનાવવામાં વ્યસ્ત હોય પણ આ ટ્રાફિક પોલીસ જવાનો હંમેશા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શહેરીજનોની સગવડતાનો ખ્યાલ રાખે છે. કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતા આ બહાદુર ટ્રાફિક જવાનોને ગરમીથી રાહત મળે તે માટે હવે ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે એસીવાળા હેલ્મેટ આપ્યા છે. આ હેલ્મેટ ટ્રાફિક પોલીસના જવાનોને ફરજ દરમિયાન ગરમી અને ઉડતી ધૂળથી રક્ષણ આપશે.

પ્રાયોગિક ધોરણે ત્રણ પોઇન્ટના જવાનોને હેલ્મેટ અપાયા
ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિકના પૂર્વમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને હેલ્મેટ આપ્યા છે. શહેરના નાના ચિલોડા, પીરાણા અને ઠક્કરનગર એમ ત્રણ અલગ અલગ પોઇન્ટ પરના ટ્રાફિક જવાનોને હેલ્મેટ આપવામાં આવ્યા છે.

तस्वीरों में खबर4 फोटो

વધતા ટ્રાફિક વચ્ચે હવે ટ્રાફિક જવાનોની સંખ્યા વધી
અમદાવાદમાં વધતા ટ્રાફિક વચ્ચે હવે ટ્રાફિક જવાનોની સંખ્યા વધી છે. અગાઉ ટ્રાફિક પોલીસ સ્ટેશન નહોતા પરંતુ જરૂરિયાત મુજબ ટ્રાફિક પોલીસ સ્ટેશન અલગ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક અધિકારીઓની જરૂર વધતા ટ્રાફિક DCPની નિમણૂક કરવામાં આવી છે જેમાં પૂર્વ, પશ્ચિમ અને એડમીન એમ અલગ અલગ ટ્રાફિક DCPની નિમણૂક કરવામાં આવી છે. અત્યારે અમદાવાદમાં મોટા ભાગના સિગ્નલ અને ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસને પોઇન્ટ ફાળવવામાં આવ્યો છે.

ગરમીમાં ટ્રાફિક જવાનોને સૌથી વધુ સમસ્યા થાય છે
ટ્રાફિક પોલીસ બે શિફ્ટમાં કામ કરી રહ્યા છે. ખડેપગે જવાનો ગરમી, ઠંડી અને વરસાદ હોય છતાં ફરજ બજાવી રહ્યા છે. જેમાં ગરમીના દિવસોમાં સૌથી વધુ સમસ્યાઓ થાય છે. ગરમીના કારણે ટ્રાફિક નિયમન કરાવતા કર્મચારીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બનતા હોય છે. આ દરમિયાન જવાનોને ORS પણ આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક ટ્રાફિક જંક્શન પર ધૂળ સતત ઉડ્યા કરતી હોય છે જે શ્વાસમાં જાય તો સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ટ્રાફિક જવાનોને પણ તેની અસર થાય છે.

ટ્રાફિક જવાનને રાહત આપશે હેલ્મેટ
આ હેલ્મેટ સાથે બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. એક વખત ચાર્જ કર્યા બાદ 5 દિવસ સુધી હેલ્મેટની બેટરી ચાલે છે. આ હેલ્મેટ વાપરવા બેટરી બેકઅપ માટે બેલ્ટ આપવામાં આવ્યો છે. જે બેલ્ટ પહેરવામાં આવે છે. બેલ્ટ પહેરીને તેને હેલ્મેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ હેલ્મેટની અંદર એક ફેન આપવામાં આવ્યો છે. હેલ્મેટમાં ફેનના હાય અને લૉ એમ બે મોડ આપવામાં આવ્યા છે. ફેનને ચાલુ-બંધ કરવા માટે પણ ઓન-ઓફના બટન આપવામાં આવ્યા છે. જે હેલ્મેટ પહેરીને ઓન કરવાથી પવન આવે છે. જેથી ગરમીથી રાહત મળે છે. હેલ્મેટના આગળના ભાગે પારદર્શક પ્લાસ્ટીકનો ગ્લાસ છે જે ટ્રાફિક જવાનને ધૂળ, ધુમાડો, ઉડતી રજકણ સહિતના પ્રદૂષણથી રક્ષણ આપશે.

પોલીસકર્મીઓના અનુભવના આધારે હેલ્મેટના ઉપયોગ અંગેનો નિર્ણય લેવાશે
ટ્રાફિક પૂર્વ DCP સફીન હસને જણાવ્યું હતું કે આ હેલ્મેટ વાતાનુકૂલિત હેલ્મેટ છે. જેના કારણે ગરમીમાં આ હેલ્મેટ પહેરવાથી રાહત મળશે. તથા ધૂળથી રક્ષણ મળે તે રીતે આ હેલ્મેટને ડિઝાઇન કરાયું છે. અત્યારે ત્રણ પોઇન્ટ પર બંને શિફટમાં આવતા પુરુષ અને મહિલા પોલીસકર્મીઓને હેલ્મેટ પ્રાયોગિક ધોરણે આપવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ અત્યારે આ નવા હેલ્મેટનો અનુભવ કરી રહ્યા છે. થોડા સમય બાદ પોલીસકર્મીઓનો અનુભવ કેવો રહે છે તેનો સરવે કર્યા બાદ ભવિષ્યમાં આ હેલ્મેટનો ઉપયોગ કરાશે કે નહીં તેનો નિર્ણય લેવાશે.

ePaper
आज का अंक28 Sep to 4 Oct

28 सितंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 454 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 454 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 512 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 561 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 785 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 786 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 786 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 786 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 791 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 791 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 795 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 795 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 796 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 796 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 797 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 797 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 810 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 810 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 813 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 813 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 814 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 814 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 816 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 816 दिन पहले
↑