देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 10 बार पढ़ी गई

બ્રિજ પર વાહન ચલાવવાની સ્પીડ લિમિટ અલગ અલગ:SG હાઈવેની ‘સ્પીડ’ અલગ અલગ, અકસ્માતનું જોખમ!

ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર વાહન ચલાવવાની સ્પીડ લિમિટ અલગ અલગ હોવાથી વાહનચાલકો મૂંઝાય છે 9 સ્પીડ ગન વસાવાઈ, પણ 4 માસમાં 156 વાહનચાલકને જ દંડ થયો ઇસ્કોન ફ્લાયઓવર પરના અકસ્માતમાં 9 લોકોનાં મોતની ઘટનાથી એસજી હાઈવે પર ફરી સ્પીડ લિમિટ મુદ્દે વિવાદ સર્જાયો છે.

Abhishek Raghuvanshi24 जुलाई 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं
  • ત્રણ ઓથોરિટીએ બનાવેલા બ્રિજ પર વાહન ચલાવવાની સ્પીડ લિમિટ અલગ અલગ હોવાથી વાહનચાલકો મૂંઝાય છે
  • 9 સ્પીડ ગન વસાવાઈ, પણ 4 માસમાં 156 વાહનચાલકને જ દંડ થયો

ઇસ્કોન ફ્લાયઓવર પરના અકસ્માતમાં 9 લોકોનાં મોતની ઘટનાથી એસજી હાઈવે પર ફરી સ્પીડ લિમિટ મુદ્દે વિવાદ સર્જાયો છે. મહત્ત્વનું છે કે, સરખેજ-ગાંધીનગર હાઈવે પર અમુક બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીએ, કેટલાક સ્ટેટ હાઈવે ઓથોરિટીએ જ્યારે કેટલાક મ્યુનિ.એ બનાવ્યા છે. આ ત્રણેય ઓથોરિટી દ્વારા જે રસ્તા તૈયાર કરાય છે, તેના પર વાહનની સ્પીડ લિમિટ જુદી જુદી હોય છે, જેના કારણે એસજી હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને એ વાતનો અંદાજ રહેતો નથી કે વાહન ક્યાં અને કઈ સ્પીડે ચલાવવું જોઈએ.

એસજી હાઈવે પર ફરી સ્પીડ લિમિટ મુદ્દે વિવાદ સર્જાયો
દરેક રસ્તા પર વાહન કેટલી સ્પીડમાં ચલાવવું તેના બોર્ડ લગાવાયાં છે, પરંતુ દરેક રસ્તા પર લિમિટમાં વિસંગતતા છે, જેમાં ઇસ્કોન ફ્લાયઓવર પર 40, ઝાયડસ ફ્લાયઓવર પર 70, પકવાન ફ્લાયઓવર પર 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ દર્શાવવામાં આવી છે. જ્યારે એસજી હાઈવે પર આ સિવાયના આખા રસ્તે સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાકની છે.

तस्वीरों में खबर2 फोटो
પકવાન બ્રિજઈસ્કોન બ્રિજ

પકવાન બ્રિજ

અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી
શહેરમાં ઓવરસ્પીડને કારણે થતાં અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક પોલીસે 9 સ્પીડ ગન વસાવી છે, જેનો ઉપયોગ એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર કરાય છે. બંને રોડ પર વાહનની સ્પીડ લિમિટ 80 નક્કી કરાઈ છે, તેના કરતાં વધારે સ્પીડમાં જતા વાહનોને સ્પીડ ગનથી ઇ-મેમો ઇશ્યૂ કરાય છે. 2022માં 49,815 ઇ મેમો જનરેટ કરાયા હતા, જેની સામે આ વર્ષે જાન્યઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિનામાં 156 ઇ મેમો જ જનરેટ થઈ શક્યા છે.

ઈસ્કોન બ્રિજ

​​​​​​​સ્પીડ |સરખેજ-ગાંધીનગર હાઈવે પર બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે રોજ સરેરાશ આઠ અકસ્માત થાય છે

હાઈવે પર છેલ્લા સાત મહિનામાં અકસ્માતોથી 23નાં મોત
108 ઇમર્જન્સી સર્વિસના ડેટા મુજબ, એસજી હાઈવે પર બેદરકારીભર્યા ડ્રાઇવિંગને કારણે રોજ આઠ અકસ્માત થાય છે, જ્યારે 2022-23માં 3005 અકસ્માત નોંધાયા છે. ઇસ્કોન સર્કલ અને તેની પાસે 2017થી 2021માં 28 અકસ્માતોમાં 10 લોકોનાં મોત થયાં હતાં. 2023માં એસજી હાઈવે પરના એસજી-1 અને એસજી-2 પોલીસ સ્ટેશનમાં અકસ્માતોની 45 ઘટના નોંધવામાં આવી છે, જેમાં કુલ 23 લોકોનાં મોત તથા 22 લોકો ઇજાગ્રસ્ત થયાં છે.

શહેરમાં આ વર્ષે જૂન સુધીમાં 728 અકસ્માતમાં 237એ જીવ ગુમાવ્યા
​​​​​​​
અમદાવાદમાં આ વર્ષે જૂન મહિના સુધીમાં 728 અકસ્માતમાં 237એ જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે 2021માં દેશનાં 50 શહેર પરનું એક રિસર્ચ પ્રકાશિત કર્યું હતું, જેમાં અકસ્માતો મામલે અમદાવાદ શહેર 11મા ક્રમે હતું. જ્યારે દિલ્હી પ્રથમ ક્રમે હતું.

અમદાવાદમાં સાડા ત્રણ વર્ષમાં 4385 અકસ્માતોમાં 1469 લોકોનાં મોત થયાં
વર્ષઅકસ્માતમૃત્યુગંભીર ઇજા
2020979340476
20211231404620
20221447488720
જૂન 2023 સુધી728237341
કુલ438514692157

​​​​​​​

ઇન્ડિયન રોડ કોંગ્રેસના મેન્યુઅલ મુજબ સ્પીડ લિમિટ રાખવી જોઈએ
એસજી હાઈવે પર ગતિ મર્યાદામાં વિસંગતતા ન હોવી જોઈએ. ઇન્ડિયન રોડ કોંગ્રેસના મેન્યુઅલ પ્રમાણે એસજી હાઈવે પર વાહનોની ગતિ મર્યાદાનાં બોર્ડ હોવાં જોઈએ. સામાન્ય રોડ પર 80, બ્રિજ પર 40ની સ્પીડ લિમિટ હોવી જોઇએ. હાઈવે પર રાહદારીઓ માટે રસ્તો ક્રોસ કરવા ફૂટ ઓવરબ્રિજ કે સેફ પેસેજ બનાવવો જોઈએ. > અમિત ખત્રી, એક્સપર્ટ, રોડ એન્ડ ટ્રાફિક

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑