કૌભાંડનો પર્દાફાશ:કતારગામની સોસાયટીમાં સસ્તા દારૂને બ્રાન્ડેડ બનાવવાનું કારખાનુ ઝડપાયું
1ની ધરપકડ, મગનનગરમાં સિરાજ મેમણ દારૂ આપી જતો હતો કતારગામ મગનનગરમાં મારૂતી કોમ્પલેક્ષમાં પોલીસે રેડ પાડી દિલીપ ઓમપ્રકાશ શર્મા (મુળ રહે. શેરપુર, અયોધ્યા, યુપી)ને પકડી પાડ્યો હતો.
- 1ની ધરપકડ, મગનનગરમાં સિરાજ મેમણ દારૂ આપી જતો હતો
કતારગામ મગનનગરમાં મારૂતી કોમ્પલેક્ષમાં પોલીસે રેડ પાડી દિલીપ ઓમપ્રકાશ શર્મા (મુળ રહે. શેરપુર, અયોધ્યા, યુપી)ને પકડી પાડ્યો હતો. ઘરમાં તપાસ કરતા કાચની ખાલી બોટલો, વિદેશી દારૂની બોટલ, મોંઘા સ્ટીકરો મળી આવ્યા હતા. દિલીપ બે વર્ષથી મગનનગરમાં ભાડાના મકાનમાં રહેતો અને 1 વર્ષથી વરીયાવી બજારમાં રહેતો સિરાજ મેમણની સાથે મુલાકાત બાદ અહીં સામાન્ય દારૂ લાવીને તેને કાચની બોટલમાં પેંક કરી મોંઘી દારૂની બોટલનું પેકીંગ કરવાના કામકાજ ઉપર લાગી ગયો હતો.
ઘરમાં જ રહીને દારૂનું પેકીંગ કર્યા બાદ આ દારૂ સિરાજ મેમણ લઇ જતો હતો અને બારોબાર વેચી દેતો હતો. એક હજારના દારૂને રૂા. 3 થી 4 હજારમાં વેચવાના આ કૌભાંડને પર્દાફાશ થયો છે. પોલીસે અહીંથી 1.82 લાખનો વિદેશી દારૂ, 3900નો દેશી દારૂ કબજે કર્યો છે. કતારગામ પીએસઆઇ આર.એમ. રાઠોડે દિલીપ શર્માની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. સિરાજને વોન્ટેડ જાહેર કરાયો છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले