
ઇસ્કોન બ્રિજ પર બુધવારની રાતે અકસ્માત જોવા ઊભા રહેલા લોકોને જેગુઆર કારે ફૂટબોલની જેમ 30 ફૂટ ઉલાળ્યા હતા. જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં. ઘટના બાદ લોકોએ જેગુઆર કારચાલક તથ્ય પટેલને ધોઇ નાખ્યો હતો. ત્યારે તથ્ય પટેલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તથ્ય ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસવેનમાં ચડવાનાં પગથિયાં પર બેસી જાય છે. બાદમાં લોકો પૂછે કે, સાચું બોલ કાર સ્પીડમા હતી કે નહીં, તો તથ્ય બોલે છે કે, હા, 120 પર હતી. આથી એક વ્યક્તિ બોલે છે કે, લો બોલો, આથી તથ્ય બોલે છે કે અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર બ્રેક ન મારું.
તથ્ય બેશરમની જેમ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં આવ્યો
આ વીડિયો સામે આવ્યા બાદ ગમખ્વાર અકસ્માતની ગંભીરતા જાણી શકાય છે. આ વીડિયોની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતનો આરોપી તથ્ય પટેલ બેશરમની જેમ બિન્દાસ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. તેના ચહેરા પર જરા પણ અફસોસ ન હતો. બાપ-દીકરો બંને એક જ જગ્યાએ હાજર હતા. બંને ગુનેગાર જેવી માનસિકતા ધરાવતા હતા.

શહેરનો સૌથી મોટો અકસ્માત સર્જાયો
ઇસ્કોન બ્રિજ પર બુધવારની મધરાતે શહેરનો સૌથી મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બે નહીં પણ નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માત
થયા બાદ અકસ્માતના કેટલાક વીડિયો સામે આવ્યા હતા જે લોકોને ફંગોળે છે તે દેખાય છે. રસ્તા પર લોકો ફંગોળાય છે અને જીવ ખોવે છે. રસ્તા પર કારના બોનેટ પર લાશો પડી હતી. આ બધાની વચ્ચે આરોપી તથ્ય પટેલને તેનો ગુનેગાર બાપ પ્રજ્ઞેશ આવીને લઈ ગયો હતો. પોતે પોતાના પુત્રની ભૂલ કહેવાના બદલે તે બિન્દાસ આવે છે અને નીકળી જાય છે.

તથ્ય પટેલ સાથે 3 યુવતી હતી
તથ્ય પટેલની કારમાં તથ્ય પટેલ સહિત બે યુવક અને ત્રણ યુવતીઓ હતી. તથ્ય પટેલ કાર ચલાવતો હતો, ત્યારે તેની બાજુમાં એક યુવતી બેઠી હતી. પરંતુ તેની કારની સ્પીડ એટલી બધી હતી કે, તે તેના બાપના રૂપિયાનો દેખાડો કરવા માટે પ્રયાસ કરતો હોય તેવું લાગી રહ્યું હતું.

