ધરપકડ:અમદાવાદમાં રૂ.1 કરોડથી વધુની આંગડિયા લૂંટ માટે આવેલો લુટારુ 3 પિસ્ટલ સાથે પકડાયો
મોરબીમાં ડબલ મર્ડર વિથ લૂંટ સહિત અડધો ડઝન આંગડિયા લૂંટ કરી હતી આજીવન કેદની સજા બાદ 2022માં પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો હતો ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડર અલ્કેશસિંગ ભદોરીયાની ક્રાઈમ બ્રાંચે 3 પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી.
- મોરબીમાં ડબલ મર્ડર વિથ લૂંટ સહિત અડધો ડઝન આંગડિયા લૂંટ કરી હતી
- આજીવન કેદની સજા બાદ 2022માં પેરોલ પર છૂટ્યા બાદ નાસતો ફરતો હતો
ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડર અલ્કેશસિંગ ભદોરીયાની ક્રાઈમ બ્રાંચે 3 પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. 2022માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ ભાગતો ફરતો હતો. અલ્કેશ તેના સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટને અંજામ આપવા આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે મેમ્કો આનંદ હોસ્પિટલ સામેથી અલ્કેશસિંગ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલવીરસિંગ ઉદયસિંગ ભદોરીયા(40)(મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો.
અલ્કેશસિંગ પાસેથી 2 તમંચા, 1 પિસ્ટલ અને 12 કારતૂસ મળી આવ્યા હતા. અલ્કેશસિંગે 2007માં ઓઢવમાં, 2008માં પાલનપુરમા, મોરબીમાં, વિરમગામમાં, રાજકોટમાં અને મધ્યપ્રદેશમાં ફાયરિંગ કરીને આંગડિયા લૂંટો કરી હતી. છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં જ હતો, પરંતુ 2022 માં તે પેરોલ ઉપર છૂટયા બાદ હાજર થયો ન હતો.પૂછપરછમાં જણાવ્યું કે, તે સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટ કરવા માટે આવ્યો હતો.
પેરોલ પર છૂટીને પણ 14 લાખની લૂંટ કરી
મોરબીની ડબલ મર્ડર સાથેની આંગડિયા લૂંટમાં અલ્કેશસિંગને આજીવન કેદની સજા થઇ હતી. 2022 માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ તેણે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોહદમાં રૂ.14 લાખની લૂંટ કરી હતી. જેમાં પોલીસે પ્રયાસ કરતા અલ્કેશસિંગના એક સાગરીતને ગોળી વાગી હતી.
વિરમગામમાં પોલીસ પર હુમલો કરી ભાગ્યો હતો
મોરબીમાં ડબલ મર્ડર સાથે લૂંટ કરીને અલ્કેશસિંગ ભાગ્યો હતો. જેથી તેને પકડવા સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે તે વિરમગામ પાસે પોલીસ ઉપર હુમલો કરીને નાકાબંધી તોડીને ભાગ્યો હતો. જેથી તેની વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો હતો

28 सितंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 455 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 455 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 513 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 562 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 786 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 787 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 787 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 787 दिन पहले