देश की बात, आपके शहर से
TimeNewsGujrat
गुजरात 7 बार पढ़ी गई

પાંચ દિવસીય રહેણાંક શિબિર:ગુજરાત સહિતના 11 રાજ્યોમાંથી 142 બાળકો-યુવાનો EDIIના રાષ્ટ્રીય સમર કેમ્પમાં સહભાગી બન્યાં

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા આયોજિત 40માં આંત્રપ્રિન્યોરલ સ્ટીમ્યુલેશનના કેમ્પ અને આંત્રપ્રિન્યોરલ એડવેન્ચર્સના 43માં કેમ્પમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઓડિશાના 142 બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો.

Abhishek Raghuvanshi18 मई 2023 · 1 मिनट पढ़ें
इस खबर को अपनों तक पहुंचाएं

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII), અમદાવાદ દ્વારા આયોજિત 40માં આંત્રપ્રિન્યોરલ સ્ટીમ્યુલેશનના કેમ્પ અને આંત્રપ્રિન્યોરલ એડવેન્ચર્સના 43માં કેમ્પમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઓડિશાના 142 બાળકો અને યુવાનોએ ભાગ લીધો હતો. આ શિબિર વિદ્યાર્થીઓ અને યુવાનોને વર્ગખંડ અને પ્રાયોગિક તાલીમના મિશ્રણ દ્વારા સમસ્યાનું નિરાકરણ, નવીનતા, ટીમ ભાવના, અનુકૂલન ક્ષમતા અને નેતૃત્વ જેવી જીવન કૌશલ્યો પ્રાપ્ત કરવાની તક આપે છે.

12થી 16 વર્ષની વયજૂથના 79 બાળકોએ ભાગ લીધો
સંસ્થાના પરિસરમાં આયોજિત 40માં રાષ્ટ્રીય સમર કેમ્પમાં 12થી 16 વર્ષની વયજૂથના 79 બાળકોએ ભાગ લીધો હતો. પાંચ દિવસીય રહેણાંક શિબિરમાં મનોકસરત, પ્રેરણાત્મક કવાયતો, કોયડાઓ, મૂલ્ય શિક્ષણ, ઉદ્યોગ મુલાકાતો, સાફલ્ય ગાથાઓ દ્વારા શીખવું અને વિચારોની રજૂઆત જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકોને જીવનની ગતિશીલતા અને કટોકટી તેમજ નિષ્ફળતાઓનો સામનો કરવા માટેના કૌશલ્યો વિકસાવવાના મહત્વને સમજવામાં સહયોગી થવા માટે શિબિર અંતર્ગત અગ્રણી ઉદ્યોગસાહસિકો અને સિદ્ધિહસ્ત વ્યક્તિ વિશેષો સાથેની વાતચીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

तस्वीरों में खबर3 फोटो

બાળકોની નબળાઈઓને સમજવા સાયકોમેટ્રિક ટેસ્ટ
બાળકના વ્યક્તિગત વિકાસ માટે શિબિરના અંતે માતા-પિતા સાથે ચર્ચા કરવા માટે વાર્તાલાપનું આયોજન કરવામાં આવે છે. બાળકો સાથે કામ કરતા સંસ્થાના કાર્યકરો બાળકોની ક્ષમતાઓ અને નબળાઈઓને સમજવા માટે સાયકોમેટ્રિક ટેસ્ટનું આયોજન કરે છે અને તેના પરિણામોના આધારે બાળકો અંગે વાલીઓને સૂચિત કરવામાં આવે છે. બાળકો અને યુવાનોના બહોળા પ્રતિસાદના કારણે EDII આ દરેક શિબિરમાં બે બેચનું આયોજન કરે છે. આવી જ રીતે આગામી સમયમાં બાળકો માટેનો આંત્રપ્રિન્યોરિયલ સ્ટીમ્યુલેશન વિષય પર પાંચ દિવસીય 41મો શિબિર 27મી મે, 2023ના રોજ શરૂ થશે.

44મો શિબિર આગામી 3જી જૂનથી આયોજિત
યુવાનો માટે ઉદ્યમી સાહસોના રાષ્ટ્રીય શિબિરોનું પણ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્તમાનમાં 16થી 22 વર્ષની વયજૂથના 63 યુવાનો સાથે ઉદ્યમી સાહસો પર 43મો શિબિર ચાલી રહ્યો છે. શિબિરની ખાસ વિશેષતા એ છે કે, યુવાનોને આપવામાં આવતી યોગ્યતાઓ ઉપરાંત નિષ્ણાતો દ્વારા યુવાનોના અભિગમ, જુસ્સા અને સહજ લક્ષણોના આધારે કારકિર્દી પરામર્શન પણ પૂરું પાડવામાં આવે છે. યુવાનો માટેનો આવો જ 44મો શિબિર આગામી 3જી જૂન, 2023થી આયોજિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે 4431થી વધુ બાળકો-યુવાનોને તૈયાર
રાષ્ટ્રીય શિબિર વિશે બોલતાં EDIIના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લાએ જણાવ્યું હતું કે, “બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને એવાં વાતાવરણની અનિવાર્યતા હોય છે. જેમાં તેઓ તેમના વિચારો, ઈરાદાઓ અને સર્જનાત્મકતા સાથે પ્રયોગ કરવાની તક મળે છે. છેલ્લા ત્રણ દાયકાઓથી EDII બાળકો અને યુવાનોમાં રાષ્ટ્રીય સમર કેમ્પો દ્વારા તેમનામાં સફળતાની દિશાનું બીજારોપણ કરે છે. બાળકો તેમના પરિપ્રેક્ષ્ય અને જીવન પ્રત્યેના અભિગમમાં મોટા પરિવર્તનનો અનુભવ કરે છે. EDI એ અત્યાર સુધીમાં બાળકો અને યુવાનો માટે આયોજિત રાષ્ટ્રીય શિબિરો દ્વારા દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ 4431થી વધુ બાળકો અને યુવાનોને તૈયાર કર્યા છે.

ePaper
आज का अंक23 november

23 नवंबर, सोमवार

ePaper पढ़ें
Abhishek Raghuvanshi
पायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग…Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहलेगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है.Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहलेगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे”Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहलेगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठायाGujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले
TimeNewsGujratGujratCAA હેઠળ પાકિસ્તાનના 188 હિન્દુઓને મળી ભારતીય નાગરિકતા, અમિત શાહે કહ્યું- મુસ્લિમ ભાઈઓને ઉશ્કેરવામાં આવ્યા 826 दिन पहलेTimeNewsGujratGujratખંભાતી કૂવો જળસંગ્રહ માટે ખૂબ જ મહેનત કરે છે, 60 પરિવારોને પાણીની સમસ્યામાંથી મળશે રાહત. 826 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં તબીબોની હડતાળને કારણે આરોગ્ય સેવાઓ પ્રભાવિત, આયોજિત ઓપરેશન મોકૂફ 830 दिन पहलेTimeNewsGujratGujratસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી વકફ મિલકત નથી, ટ્રિબ્યુનલે વકફ બોર્ડના દાવાને ફગાવી દીધો 830 दिन पहलेTimeNewsGujratGujratવાસ્તવિક સ્થિતિ, ચમકતી ઇનોવા અને હોટલમાં ભાગીદારી… ગુજરાતમાં આ રીતે નકલી IPS હતી છેતરપિંડી! 831 दिन पहलेTimeNewsGujratGujratવિદ્યાર્થીઓએ વીર સાવરકરના ફોટાવાળી ટી-શર્ટ પહેરી, કોંગ્રેસી નેતાઓએ કર્યો હંગામો, 5 સામે ગુનો નોંધ્યો 831 दिन पहलेTimeNewsGujratGujratઆદિવાસીઓ માટે પ્રાર્થના સભા પહેલા AAP-કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, પોલીસે 58 લોકોની અટકાયત કરી 832 दिन पहलेTimeNewsGujratGujratસ્વતંત્રતા દિવસ વિશેષ: મહાત્મા ગાંધીએ અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના શા માટે કરી? 832 दिन पहले
TimeNewsGujratGujratગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલી, મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બન્યા 845 दिन पहलेTimeNewsGujratGujratફાઈવ સ્ટાર હોટલના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, રસોડું 48 કલાક માટે સીલ 845 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 848 दिन पहलेTimeNewsGujratGujratગુજરાત બોર્ડે SSC અને HSC પૂરક પરીક્ષાઓનું પરિણામ જાહેર કર્યું, આ લિંક પરથી ચેક કરો 848 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 849 दिन पहलेTimeNewsGujratGujratબિનહરીફ ચૂંટણી જીતનાર ભાજપના સાંસદને હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું, 9 ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે 849 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં વરસાદને કારણે ભારે તારાજી, 2,500 લોકોને બચાવ્યા; પૂર્ણા નદી તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે 851 दिन पहलेTimeNewsGujratGujratએન્કાઉન્ટરમાં પિતા-પુત્રના મોતની મેજિસ્ટ્રેટ તપાસ થશે, ત્રણ વર્ષ જૂના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ 851 दिन पहले
↑