
રશિયાના ડેલીગેશન દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર અને જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના સભ્યો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે સુરત શહેર અને યાકુટિયા વચ્ચે મજબૂત વ્યાપારિક સંબંધો વિકસાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને સિટી એક સાથે મળીને હીરા ઉદ્યોગને ખૂબ જ ઝડપથી આગળ લઈ જઈ શકે એ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી.
ટ્રેડ મીટનું આયોજન
કિમ બોરીસોવની આવાની હેઠળ રશિયન ફેડરેશન સખા રિપબ્લિક (યાકુટિયા) 1 સરકારના 7 મંત્રીઓનું પ્રતિનિધિમંડળ સુરતની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન સુરત સ્થિત જીજેઈપીસીની ઓફિસમાં રશિયન ફેડરેશનના પ્રતિનિધિમંડળ અને સુરત જીજેઈપીસીના હોદ્દેદારો વચ્ચે એક ટ્રેડ મીટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, જીજેઈપીસીના સહાયક ડાયરેક્ટર દ્વારા ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરીના ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે જીજેઈપીસી દ્વારા થતી વિવિધ સકારાત્મક પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન આપ્યુ હતું.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ તરફ આગળ વધ્યું
જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકિયાએ રશિયન ફેડરેશનના સભ્યોને આવકારતા સુરતના હીરા ઉદ્યોગની માહિતી આપી હતી. હીરાના કટિંગ અને પોલિશિંગમાં સુરતે આગવું નેતૃત્વ સ્થાન કેવી રીતે જાળવી રાખ્યું છે, તથા હીરા અને ઝવેરાત ઉદ્યોગની વિકાસયાત્રા અંગે રશિયન પ્રતિનિધિમંડળને માહિતગાર કર્યા હતા. સુરત હવે ડાયમંડ જ્વેલરી ઉત્પાદનમાં પણ વિશ્વ અગ્રણી બનવાના તરફ આગળ વધી રહ્યું છે. તો સીવીડી પ્રકારના એલજીડીનું હબ તરીકે મજબૂતાઈથી પ્રસ્થાપિત થઈ ચુક્યુ છે.
ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે જે પણ રો મટિરિયલની જરૂર
માંગુકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન અંગે તેમણે પોલિસી તૈયાર કરી છે. જેમાં સુરતના વધુમાં વધુ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કંપની માલિકો ત્યાં આગળ જઈને કંપની શરૂ કરે ત્યારની સરકારે ટેક્ષથી લઈને ઘણી બધી રાહત આપવાની વાત કરી છે. ત્યાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તેમ છે. પુષ્કળ પ્રમાણમાં જે પ્રકારની ડાયમંડની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીને છે, તે તમામ ત્યાં જ પૂરતા પ્રમાણમાં મળી રહે તેમ છે તે સિવાય ઇન્ડસ્ટ્રી શરૂ કરવા માટે જે પણ રો મટિરિયલની જરૂર છે તે તમામ વ્યવસ્થા ત્યાં સરળતાથી થઈ જાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ પણ છે. જેથી વધુમાં વધુ ડાયમંડ જ્વેલરી ફેક્ટરી ત્યાં શરૂ થાય તે પ્રકારની પોલિસી હેઠળ આમંત્રણ આપવામાં આવ્યું છે.

યાકુટિયાની વસ્તી માત્ર 1 મિલિયન
ફાર ઇસ્ટર્ન ફેડરલ ડિસ્ટ્રિક્ટ માટે પ્રજાસત્તાક સાખા (યાકુટિયા)ના કાયમી પ્રતિનિધિમ કિમે તેમની ટીમનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમના પ્રદેશનો એકંદર ખ્યાલ આપ્યો. કુલ હીરા પૈકીના 90% રશિયન હીરાનું ખાણ યાકુતિયામાં થાય છે. યાકુટિયાની વસ્તી માત્ર 1 મિલિયન છે. અહીં કુદરતી સંપત્તિનો અપાર ખજાનો છે. આપ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ હીરા માટે ખૂબ જ અનુકૂળ છે. તેથી અહીં રશિયાના મોટાભાગના હીરા મળી રહે છે.
ફ્રી ટ્રેડ ઝોનના લાભ
સખા પ્રજાસત્તાકના રોકાણ અને નિકાસ સહાયને આ કરવા માટેની એજન્સિના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ યુલિયાના ઇ. દીર્યાખોવાએ યાકુટિયાના ફ્રી ટ્રેડ ઝોન પર પ્રેઝન્ટેશન આપી ફ્રી ટ્રેડ ઝોનમાં રોકાણ કરવાના ફાયદાઓ સમજાવ્યા હતા. સુરતના ઉદ્યોગ સાહસિકોને રફ હીરાના ખાણકામમાં ભાગીદાર બનવા ઓફર આપી હતી. તેમણે ઉમેર્યુ કે, SAYBM LLC નામની નવી ખાનગી ક્ષેત્રની કંપની દ્વારા યાકુટિયાના રફ ડાયમંડ રિસોર્સનો ફાયદો ઉઠાવી શકાય છે. સભ્યોને યાકુતિયાના ‘ડાયમંડ ક્લસ્ટર’માં પ્રવેશ મેળવવા માટે SAYBM સાથે સંયુક્ત સાહસ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સભ્યોએ ફ્રી ટ્રેડ ઝોન અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા તો પ્રતિનિધિ મંડળે સુરત ઇન્ટરનેશનલ ડાયાટેડ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

