નિવૃત્તિના લાભ બે વર્ષ સુધી અટકાવી રખાશે:હાટકેશ્વર બ્રિજમાં તપાસ છતાં ઈજનેરનું VRS મંજૂર કરાયું
બ્રિજના એન્જિનિયર સામે ખાતાકીય તપાસ ચાલે છે હાટકેશ્વર બ્રિજ કૌભાંડના આઠમાંથી ચાર ઇજનેરને સસ્પેન્ડ કરી ચાર સામે ખાતાકીય તપાસ ચાલતી હોવા છતાં મ્યુનિ.એ એન્જિનિયર પરેશ પટેલની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરી છે.
- બ્રિજના એન્જિનિયર સામે ખાતાકીય તપાસ ચાલે છે
હાટકેશ્વર બ્રિજ કૌભાંડના આઠમાંથી ચાર ઇજનેરને સસ્પેન્ડ કરી ચાર સામે ખાતાકીય તપાસ ચાલતી હોવા છતાં મ્યુનિ.એ એન્જિનિયર પરેશ પટેલની સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી મંજૂર કરી છે. નિવૃત્તિના લાભ બે વર્ષ અટકાવાશે. ત્યારબાદ એક લાખની રકમ અટકાવીને બાકીની રકમ પરત કરી દેવાશે. આ ઉપરાંત મ્યુનિસિપલ સિલકેશન કમિટીમાં ત્રણ આસિસ્ટન્ટ કમિશનર સામે વિજિલન્સ તપાસ બાદ કાયમી નિમણૂકનો નિર્ણય લેવાયો છે.
ઇજનેરોના પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કાયમી ધોરણે નિમણૂક અપાઇ
વર્તમાન મ્યુનિ.હોદ્દેદારોનો હોદ્દા છોડવાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે જ અચાનક જ સ્ટાફ સિલેકશન કમિટીની બેઠક યોજી હતી અને તેમાં ત્રણ એડિશનલ ઇજનેરોના પ્રોબેશન પિરિયડ પૂરો થતાં કાયમી ધોરણે નિમણૂક અપાઇ હતી. જ્યારે ત્રણ એડિશનલ ઇજનેરની જગ્યા ઉપર ત્રણ ડેપ્યુટી સિટી ઇજનેરોને બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો.
મ્યુનિ.ના 3 આસિસ્ટન્ટ કમિશનર સામે જુદા જુદા કારણોસર તપાસ યોજાઇ
મ્યુનિ.ના 3 આસિસ્ટન્ટ કમિશનર સામે જુદા જુદા કારણોસર તપાસ યોજાઇ હતી. જેમાં પ્રિથાબેન નામનાં અધિકારી સામેની તપાસમાં કોઇ ખોટુ નહીં જણાંતા તેમને કાયમી નિમણૂક આપી દેવાઇ હતી. નરેન્દ્ર ગમારા નામનાં આસી.કમિશનર સામે જાતિનું ખોટુ સર્ટિફિકેટ રજૂ કર્યાની ફરિયાદની તપાસ હજી ચાલી રહી છે અને આસિસ્ટન્ટ કમિશનર પ્રયાગ લાંગળિયા સામે સ્વાઇપ મશીન ખરીદીમાં ગરબડ બદલ તપાસ ચાલી રહી છે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले