રફ હીરાનું વ્યૂઈંગ:સુરતમાં પ્રથમ વખત 600 કરોડના 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે
GJEPCના ડાયમંડટ્રેડ સેન્ટરમાં 10 માસમાં 8 વાર રફ હીરાનું વ્યૂઈંગ 8 વખત વ્યુઈંગમાં અંદાજે 2400 કરોડ રૂપિયાની રફનું વ્યુંઈગ થયું શહેરમાં પ્રથમ વખત 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે.
- GJEPCના ડાયમંડટ્રેડ સેન્ટરમાં 10 માસમાં 8 વાર રફ હીરાનું વ્યૂઈંગ
- 8 વખત વ્યુઈંગમાં અંદાજે 2400 કરોડ રૂપિયાની રફનું વ્યુંઈગ થયું
શહેરમાં પ્રથમ વખત 2 લાખ કેરેટ રફ હીરાનું વ્યૂઈંગ થશે. વિશ્વભરમાં રફની હરાજી માટે જાણીતી કંપની આ વ્યુંઈગ કરશે. જે જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના ઈચ્છાપોર ડાયટ્રેડ સેન્ટરમાં 3 જૂનથી થશે અને 3 દિવસ સુધી ચાલશે. ડાયટ્રેડ સેન્ટર શરૂ થયા પછી અત્યાર સુધીમાં 8 વખત વ્યુંઈગ થયા છે. તે કંપનીઓ 70 હજાર કેરેટ સુધીની રફ લાવીને વ્યુઈંગ કરતી હતી. પરંતુ અન્ય એક કંપની પ્રથમ વખત 600 કરોડથી વધારે કિંમતની 2 લાખ કેરેટ રફ હીરાની હરાજી કરશે.
વ્યૂઈંગ બાદ રફની આ રીતે હરાજી કરવામાં આવે છે
જે-તે કંપની તેના દેશમાંથી ફ્લાઈટ મારફતે મુંબઈ રફ હીરા મોકલે છે. ત્યાર બાદ સુરત આવી ઈચ્છાપોરના ડાયટ્રેડ સેન્ટરમાં જાય છે. જે વેપારીઓને રફ ખરીદવામાં રસ હોય તે વેપારીઓ એન્ટ્રી મોકલે છે. અને ત્યાર બાદ તેમને રફ જોવા દેવા માટે હરાજીમાં પ્રવેશવા દેવામાં આવે છે. વ્યૂઈંગ થયા બાદ જે-તે કંપની રફ પરત લઈ જાય છે અને ત્યાર બાદ હરાજી થાય છે.
શહેરમાં 8 હજારથી વધારે હીરા કંપની, 2400 કરોડનું વ્યૂઈંગ
શહેરમાં 8 હજારથી વધારે હીરાકંપની છે. સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થતું હોવાથી રફની હરાજી કરવા ઈચ્છાપોરમાં સેન્ટરનું બનાવાયું છે. ગત ઓગસ્ટથી વ્યૂઈંગ શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં અંદાજે 2400 કરોડના રફ હીરાનું વ્યૂઈંગ થઈ ચુક્યું છે.
આવનારા દિવસોમાં ડાયમંડ બતાવવા વધારે કંપની આવશે
સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે, વેપારીઓને સુરતમાં જ રફ જોઈને ખરીદી કરી શકે તે માટે ઈચ્છાપોરમાં સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં હવે વ્યૂઈંગ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં વ્યૂઈંગમાં વધારો થશે.’

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले