
ચેન્નાઈમાં બેસી સવા બે કરોડની નકલી નોટ છાપી દેશના 10 રાજ્યમાં ધુસાડનાર સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની બુધવારે સેન્ટ્રલ આઈબીએ પૂછપરછ કરી છે. લગભગ 2 થી 3 કલાક સુધી સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ પૂછપરછ કરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. જેમાં સુર્યાનું વિદેશી કનેક્શન હોવાની શકયતા છે. આગામી દિવસોમાં સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ પૂછપરછ માટે સુરત આવી શકે છે.

નકલી નોટના સૂત્રધાર સુર્યા સેલ્વારાજના કોર્ટએ 10 દિવસના રિમાન્ડ આપ્યા છે ઉપરાંત બેંગ્લોરના માઇકલ રાઇવન ફર્નાન્ડીઝના રિમાન્ડ પુરા થતા વધુ 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. રિમાન્ડમાં 17 લાખની રકમ કોને આપવાનો, અલગ અલગ રાજ્યોમાં નેટવર્કમાં કોણ કોણ સામેલ હતું.

સૂર્યા ચાઇના પેપરો અલીબાબા પરથી ઓનલાઇન મંગાવતો હતો
શેરની ટ્રેડિંગ કંપની ખોલી સ્ટેમ્પ લીધા હતા
સૂર્યાના ઘરેથી 20 રૂપિયાની કિંમતના 23070 સ્ટેમ્પ પેપર મળી આવ્યા હતા. જે 2022માં શેરબજારની રાઇટ-વે કેપિટલ કંપની શરૂ કરી ત્યારે ગ્રાહકો સાથે એગ્રીમેન્ટ માટે લેવાયા હતા.
ચાઈનામાં સૂર્યાના સંપર્ક અંગે એજન્સીની તપાસ
કોરા પેપરોમાં સિક્યુરિટી થ્રેડની પટ્ટી અને વોટર માર્કેમાં ગાંધીજીનો સિમ્બોલ હતો. આ કોટનના કોરા પેપરો સૂર્યાએ ચાઇના પેપરો અલીબાબા પરથી ઓનલાઇન મંગાવતો હતો. પ્રિન્ટર સહિતની મશીનરી ક્યાંથી લાવ્યો, મોટી સંખ્યામાં સ્ટેમ્પ પેપરો કોણે આપ્યા, ટેલિગ્રામ ચેનલમાં અન્ય કોઈના સંપર્કમાં હતો કે કેમ તેમજ વિદેશી કનેકશન બાબતે તપાસ કરાશે.

