ભણતરની ભૂખ:ભટલાવમાં અભ્યાસુ વધતા જગ્યા ટુંકી પડી, હવે નવી વિશાળ લાઇબ્રેરી બનશે
હોલ ફૂલ થઇ જતાં હવે વૃક્ષ નીચે બેસીને ભણવાની નોબત નહીં આવે ગામના કોમ્યુનીટી હોલમાં શરૂ કરાયેલી લાઇબ્રેરીમાં આજે 50થી વધુ છાત્રો અભ્યાસ કરે છે શિક્ષણનું સ્તર સુધારવા માટે નાની ભટલાવ ગામના સરપંચે બંધ પડેલા કોમ્યુનિટી હોલમાં 2 વિદ્યાર્થીથી શરૂ કરેલી લાયબ્રેરીમાં આજે રોજ 50 વિદ્યાર્થીઓ આવે છે.
- ગામના કોમ્યુનીટી હોલમાં શરૂ કરાયેલી લાઇબ્રેરીમાં આજે 50થી વધુ છાત્રો અભ્યાસ કરે છે
શિક્ષણનું સ્તર સુધારવા માટે નાની ભટલાવ ગામના સરપંચે બંધ પડેલા કોમ્યુનિટી હોલમાં 2 વિદ્યાર્થીથી શરૂ કરેલી લાયબ્રેરીમાં આજે રોજ 50 વિદ્યાર્થીઓ આવે છે. 200 જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરિક્ષા આપી જેમાંથી 21 જેટલા વિદ્યાર્થી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા છે . આ ઉમદા કામગીરીથી પ્રભાવિત થઇ હવે સરકાર નવી સુવિધા સંપન્ન લાઇબ્રેરી બનાવી આપશે.

બારડોલી તાલુકાના મહત્તમ આદિવાસી વસતી ધરાવતું નાની ભટલાવ ગામમાં સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા દુર સુધી જવું ન પડે તે માટે 15-8-2021ના રોજ ગામના કોમ્પ્યૂનિટી હોલમાં લાયબ્રેરી શરૂ કરી હતી. હાલ લાયબ્રેરીમાં રોજના 40-50 વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે જગ્યાઓ પૂરતી ન હોવાથી વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવો પડે છે.
જેથી સરપંચ અંકિત ચૌધરી આ અંગે ટીડીઓ નિશાંત ફુગસિયાને રજૂઆત કરતાં વતન પ્રેમ યોજનામાં લાયબ્રેરી બનાવી આપવા માટે બાંહેધરી આપી હતી. ભંડોળ માટે મુકલ ટ્રસ્ટમુકુલ ટ્રસ્ટ ( સ્વરાજ આશ્રમ, બારડોલી )ના ડૉ. પ્રજ્ઞા બહેન કલાર્થીને જણાવ્યું હતું.
પ્રગ્નાબહેને સ્થળ મુલાકત લેતા તેમણે ભંડોળ આપવા માટે રાજી થયા હતાં. જેથી હવે નાની ભટલાવ ગામે લાયબ્રેરીનું પાકુ મકાન હશે. જે મકાન 17.50 લાખના ખર્ચે તૈયાર થશે. જેમાં 60 ટકા રૂપિયા મુકુલ ટ્રસ્ટ આપશે અને 40 ટકા રૂપિયા સરકાર આપશે.
આવી હશે 17.50 લાખના ખર્ચે તૈયાર થનારી નવી લાઇબ્રેરી
વાંચનાલયનું પરિસર 75 ચોરસ મીટરનું રહેશે. લાયબ્રેરીનું મકાન 50×30નું રહેશે. મકાનમાં હવા ઉજાસ સાથે પંખા અને કુલરની સુવિધા આપવામાં આવશે. એક ટોયલેટ બ્લોક રહેશે. કમ્પાઉન્ડ વોલ અને પરિસરને ફૂલછોડથી સુશોભીત કરાવામાં આવશે.

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले