
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. જો કે, ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે જાણી શકાયું નથી. ઘટનાના પગલે લોધિકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોપ્સિટલ ખસેડ્યો હતો. મૃતકના પિતા ખીરસરા ગામમાં ઉપસરપંચ છે અને તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો.
આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરાઇ
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજાએ પોતાના ઘરે જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે લોધિકા પોલીસે સ્થળ પર પહોંચી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પરિવારના આધારસ્તંભ યુવાનના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
સાગઠિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ
રાજકોટના લોધિકા તાલુકાના ખીરસરા ગામે રહેતા પુનિત ખીમજીભાઈ સાગઠિયા નામના યુવાને ગત સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા સાગઠિયા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો હતો.

પુનિત પરિવારનો આધારસ્તંભ અને અપરિણીત હતો
પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ છે. ભત્રીજાએ ગત સાંજે પોતાના ઘરે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જો કે, કારણ અંગે પરિવારજનો અજાણ છે. મૃતક અપરિણીત હતો. પરિવારના આધારસ્તંભ એકના એક યુવાન પુત્રના મોતથી સાગઠિયા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ લોધિકા પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે

