અસ્થિર મગજની સંગીતાનું રેસ્ક્યુ:સાંકળથી બંધાયેલી સંગીતા પાંચ વર્ષે મુક્ત કરાવાઇ
લોકોના ઠપકાથી થાકેલા પિતાએ અસ્થિર મગજની પુત્રીના પગમાં જંજીરો નાખી દીધી હતી દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 68 ટકા લાવે છે. તેની નર્સિંગ કરવાની ઇચ્છા હતી.
- લોકોના ઠપકાથી થાકેલા પિતાએ અસ્થિર મગજની પુત્રીના પગમાં જંજીરો નાખી દીધી હતી
દાહોદ નજીક બાવકા ગામની સંગીતા બામણિયા ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 68 ટકા લાવે છે. તેની નર્સિંગ કરવાની ઇચ્છા હતી. ફોર્મ જમા કરાવવાના આગલા દિવસે જ તેનું મગજ અસ્થિર થઇ ગયુ. દિવસે-દિવસે પરિસ્થિતિ બગડતાં અંતે પિતાએ પાંચ વર્ષ પહેલાં તેને ઘર પાસેના ઢાળિયામાં સાંકળથી બાંધી દીધી. સ્થાનિક સંસ્થાના પ્રયાસોથી ગુરુવારના રોજ તેના પગે બાંધેલી જંજીરો કપાઇ હતી. પિતાએ ભારે હૈયે હવે મારી સંગીતાના જીવનમાં ઉજાશ આવશે તેમ જણાવી ભૂતકાળથી વર્તમાન સુધીની વાતો વાગોળી હતી.

ફર્સ્ટ પર્સન: 15 વર્ષ પહેલાં નર્સિંગનું ફોર્મ જમા કરાવવાની આગલી સાંજે જ મગજ અસ્થિર થઇ ગયું
વાત 15 વર્ષ પહેલાંની છે, સંગી(હુલામણું નામ) ભણવામાં હોશિયાર હતી. ધોરણ 10 પછી તેણે વિજ્ઞાન લીધુ.12મામાં તેના 68 ટકા આવ્યા હતાં. કુંટુબી દીકરી નર્સિંગ કરતી હતી જેથી તેને પણ તેની ઇચ્છા થઇ. ફોર્મ ભરવાનું હતુ, મે ઘણી દોડધામ કરી ડોક્યુમેન્ટ ભેગા કર્યા. ફોર્મ ભરાવ્યુ.
ફોર્મ જમા કરાવવા જવાનું હતુ તેની આગલી સાંજે ખેતરેથી આવ્યા બાદ સંગીનું વર્તન બદલાઇ ગયુ હતું. તે ગાંડી થઇ ગઇ હતી. દવાખાને બતાવી, ભૂવા-બડવા પાસે લઇ જવાઇ. આ વર્ષો દરમિયાન તે બે વખત સાજી થઇ હતી. એક વખત ફેર પડતાં તે એક વર્ષ સાજી રહી હતી.
ત્યારે અમે તેના લગ્નનું પણ વિચાર્યુ હતુ પણ પાછી એવી જ થઇ ગઇ હતી. બીજી વખત તે ચાર મહિના સાજી રહી હતી. પાંચ વર્ષ પહેલાં તેની તબિયત વધુ ખરાબ થઇ ગઇ હતી. તે લોકોને પથ્થર મારતી હતી, કપડા કાઢીને ગામમાં નીકળી જતી હતી. લોકોના ઠપકા આવતા હતા.જેથી મેં તેને ઢાળિયામાં સાંકળ સાથે બાંધી દીધી હતી.
કઇ રીતે રેસ્ક્યુ કરાયું
ભાવસિંગભાઇએ મને કોલ કરી પત્ની બીમાર છે, સંગીતાને સાંકળથી બાંધી રાખી હોવાનું જણાવ્યું હતું. મે તેમના ઘરે વિઝિટ કરતાં સંગીતા નગ્ન અવસ્થામાં બાંધેલી જોઇને હૃદય દ્રવી ઉઠ્યુ હતું. મેં બાયડના જય અંબે મંદબુદ્ધિ સેવા સમાજ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. ગુરુવારે જેસાવાડાના પીએસઆઇ રામી સાહેબને જાણ કરી રેસ્ક્યુ કર્યુ હતું. > સંગીતાબેન ભુરિયા, સમાજસેવિકા

23 नवंबर, सोमवार
ePaper पढ़ें
Gujratपायलट ने मेडे कॉल भेजा: अहमदाबाद एयरपोर्ट पर टेकऑफ से पहले इंडिगो फ्लाइट में आग… 489 दिन पहले
Gujratगांधीनगर: गुजरात एटीएस ने अलकायदा के एक मॉड्यूल का भंडाफोड़ किया है. 489 दिन पहले
Gujratगांधीनगर में PM मोदी की गरजना, बोले- “पाकिस्तान प्रॉक्सी वॉर नहीं युद्ध ही लड़ रहा, हम आतंकवाद के कांटे को निकालकर रहेंगे” 547 दिन पहले
Gujratगुजरात विस्फोट कांड : अवैध पटाखा फैक्ट्री में इंदौरी ठेकेदार उपलब्ध कराता था मजदूर… पुलिस ने बिजलपुर से उठाया 596 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ; તમામ શાળાઓ બંધ કરવાનો આદેશ 820 दिन पहलेTimeNewsGujratGujratदिल्ली मेयर AAP का, पावर बीजेपी को… दिल्ली MCD के ‘ऑपरेशन लोटस’ का क्या होगा असर? 821 दिन पहलेTimeNewsGujratGujratગુજરાતમાં ફરી સક્રિય થયું ચોમાસું, જન્માષ્ટમી સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 821 दिन पहलेTimeNewsGujratGujratમોરબીમાં ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં પડી, 10 લોકોનો આબાદ બચાવ; સાતની શોધ ચાલુ છે 821 दिन पहले