
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં પહોંચી ગયા છે અને તેમની સાથે જય શાહ પણ ઉપસ્થિત છે. અમિત શાહ અને જય શાહ દાદાની મૂર્તિની પૂજા વિધિ કરી રહ્યાં હતી. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7 વિધામાં પથરાયેલું છે. જેમાં એકસાથે 8 હજાર ભક્તો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
અમિત શાહનું લાઈવ સંબોધન
- સંયોગ છે કે આજે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ પણ છે.
- તે દિવસે બપોરે 1 વાગ્યે પાર્ટીની સ્થાપના થઇ હતી અને આજે પણ 1 વાગવાની તૈયારી છે.
- 1980માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પ્રાટીની સ્થાપના કરી
- આઝાદી પછી ભાજપે જ્યારે પણ શાસન સંભાળ્યું છે ભારતીય સંસ્કૃતિનો ધ્વજ વિશ્વમાં બુલંદ કરવાનું કામ કર્યું છે.
હનુમાન જયંતી અને ભાજપની સ્થાપનાનો સંયોગ: અમિત શાહ
દાદાના ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો માનતા પૂર્ણ કરવા આવે છે. ભક્તોને દાદાના દર્શનની સાથેસાથે તેમને પ્રસાદ પણ આપવામાં આવે છે. આજે સંયોગ છે કે આજે હનુમાન જયંતી અને ભાજપનો સ્થાપના દિવસ પણ છે. તે દિવસે બપોરે 1 વાગ્યે પાર્ટીની સ્થાપના થઇ હતી અને આજે પણ 1 વાગવાની તૈયારી છે. 1980માં આજના દિવસે જ અટલજી અને અડવાણીજીએ ભારતીય જનતા પ્રાટીની સ્થાપના કરી. ત્યારે અમારી બહુ જ મજાક ઉડાવવામાં આવી હતી. તે સમયે સ્થાપ્ના બાદની ચૂંટણીમાં 2 સીટ આવી હતી, જેથી રાજીવ ગાંધીએ ‘અમે બે અને અમારા બે’નું નિવેદન આપી મજાક ઉડાવી હતી. આજે દાદાની કૃ્પાની સંપૂર્ણ બહુમત સાથે દેશમાં ભાજપની સરકાર છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં હાલ ભક્તોનો પ્રવેશ બંધ કરાયો છે. હનુમાન જંયતી નિમિતે શ્રી કષ્ભંજન દેવ સાંળગપુર ખાતે મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું છે. મોડીરાત્રેથી જ ભક્તોએ દાદાના દર્શન મેળવવા લાંબી લાઈનો લગાવી હતી, તો બીજી તરફ અહિં દાદાની કિંગ ઓફ સાંળગપુરની મૂર્તીનું ગઈકાલે અનાવરણ થઈ ગયા બાદ આજે વહેલી સવારથી જ અહીં આવતા શ્રદ્ધાળુંઓ તેની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા છે. તો આજે દાદાનો 6.50 કરોડના સુવર્ણ વાઘાનો વિશેષ શણગાર કરાયો છે.

હનુમાન જયંતીના પાવન પર્વ નિમિતે વડતાલધામનાં પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે કષ્ટભંજન દેવની મૂર્તિની પૂજા વિધી કરી. આ સાથે જ ભગવાન સ્વામિનારાયણની છબિની પણ પુજા કરી હતી.

વહેલી સવારથી અહીં ભક્તોનું માનવ મહેરામણ
હનુમાનજયંતિના પાવન અવસર પર આજે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ઘામમાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી છે. દાદાના શણગારથી લઈને તેમની એક ઝલક મેળવવા માટે શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નમનિર્મિત ભોજનાલયને ખુલ્લુ મૂક્યુ
સાળંગપપુર ધામમાં છેલ્લા 100 વર્ષથી અહી આવતા ભક્તોને ભોજન પ્રસાદીનો લાભ મળી રહે છે. ધીરે ધીરે અહીં આવતા શ્રદ્ધાળુંઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થતો હોવાથી અહીં ભવ્ય ભોજનાલયનું નિર્માણ કરાયું છે. 55 કરેડના ખર્ચે તૈયાર થયેલા આ ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ. તો ભોજનાલયમાં હાઈટેક મેગા કિચન પણ તૈયાર કરાયું છે. જેમાં માત્ર 20 મિનિટમાં જ હજ્જારો કિલો દાળ, ભાતથી લઈને શાક પણ તૈયાર થઈ જશે.

ગઈકાલે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાનું અનાવરણ કરાયું
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતુ. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. દાદાની વિશાળ અને ભવ્ય પ્રતિમા લાઈટોથી ઝગમગી ઉઠી હતી. જેને દર્શનનો લહાવો લઈ ભક્તો મંત્રમુગ્ધ થયા હતા. સાંળગપુરમાં ભક્તોની સુવિધા માટે અનેકવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જેમાં આજે એકસાથે 8 હજાર જેટલાં લોકો બેસી શકે તે પ્રકારનું ભવ્ય અને વિશાળ ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

